Surat : ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’ અંતર્ગત પોલીસની મહત્વની કામગીરી, દોઢ કરોડથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત કરાયો

સુરતમાં જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી કોમ્યુનીટી હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાગરિકો અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

Surat : 'તેરા તુજકો અર્પણ કાર્યક્રમ' અંતર્ગત પોલીસની મહત્વની કામગીરી, દોઢ કરોડથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત કરાયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 26, 2023 | 1:27 PM

Surat : સુરતના જહાંગીરપુરા SMC કોમ્યુનીટી હોલમાં ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર (Ajay Tumar) સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેરા તુજકો અર્પણ આ કાર્યક્રમમાં ઝોન -5ની હદમાં આવતા 6 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી દોઢ કરોડથી વધુનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-ખેડા જિલ્લામાં મધ્યાહન ભોજનના સંચાલનમાં મોટી બેદરકારી, મેનુ પ્રમાણે બાળકોને નથી અપાતું ભોજન, જુઓ Video

એક કરોડથી વધુ રુપિયાનો મુદ્દામાલ પરત કરાયો

સુરતમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરી નામદાર કોર્ટના હુકમ આધારે વહેલી તકે મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે. ત્યારે સુરતમાં જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી કોમ્યુનીટી હોલમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ નાગરિકો અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઝોન-5 ની હદમાં આવતા ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ પાલ મળી કુલ 6 પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ ડિટેક કરી 1 કરોડ 59 લાખ 39 હજાર 980 રૂપિયાનો મુદામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી

તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કુલ 436 જેટલા ફરીયાદી/અરજદારોને તેઓનો મુદામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં 277 મોબાઈલ, 146 વાહનો તેમજ 22.64 લાખના દાગીના હતા. લોકોને પોતાનો મુદામાલ વહેલી તકે પરત મળી જતા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

436 ફરિયાદીને મુદ્દામાલ પરત કરાયો

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં અરજદારને સૌ પ્રથમ કોર્ટની મંજુરી લેવામાં તેમજ પોલીસના અભિપ્રાયમાં પણ સમય જતો હોય છે. સાથે સાથે પોલીસના અભિપ્રાય બાદ મુદ્દામાલ છોડાવવા માટે ધક્કા ખાવા પડે છે. જેથી સમય અને શક્તિનો વ્યય થાય છે. આવું ન થાય અને અરજદારોને સરળતાથી તેઓનો મુદામાલ મળી રહે તે માટે તેરા તુજકો અપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 436 જેટલા ફરીયાદી/અરજદારોને એક સાથે તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">