Surat : વ્યાજખોરો પર કસાતો પોલીસનો ગાળિયો, ક્રાઈમ બ્રાન્ચે 16 વ્યાજખોરોની ધરપકડ કરી
ગુજરાતમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ અંતર્ગત કાર્યવાહી શરુ કરી છે. ત્યારે સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ગુજરાતમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ખાસ મુહિમ અંતર્ગત કાર્યવાહી શરુ કરી છે. ત્યારે સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા બે દિવસમાં 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે ઉચું વ્યાજ વસુલતા 16 જેટલા વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને આવા વ્યાજખોરો સામે પોલીસ પોતાનો ગાળો કસી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 16 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 વ્યાજખોરો સામે કરી કાર્યવાહી
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ દ્વારા વ્યાજખોર સામે સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.આ સ્પેશીયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા બે દિવસથી અલગ અલગ ટીમ બનાવી હતી. અને ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે વ્યાજ વટાવનો ધંધો કરી ઉચા વ્યાજદર વસુલ કરતા ૧૬ વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ તેઓની પાસેથી વ્યાજે નાણાધીરનાર અંગેનું સાહિત્ય/મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.
જુદા જુદા વિસ્તારોમાંથી વ્યાજખોરોની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના તમામ જુદાજુદા વિસ્તારોમાંથી એક સાથે 16 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ આ રીતે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને તેમની ધરપક કરાતા વ્યાજનો ધંધો કરનારા માં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરેલા વ્યાજખોરો ની વાત કરવામાં આવે તો
- બબન લાલજી મિશ્રા (ઉ.૩૮, રહે, તેરેનામ રોડ, પાંડેસરા)
- પંકજ રમણભાઈ પટેલ (ઉ.૪૩, રહે. હરીદર્શનના ખાડા પાસે, ડભોલી, સુરત)
- વિશાલ ફાઈનાન્સના પ્રોપાઈટર વિશાલભાઈ ઠક્કર (રહે. ટીએન્ડટીવી સ્કુલ પાસે, સુરત)
- શુભમ પ્રદીપભાઈ બીછવે (ઉ.૨૩, રહે, મહાદેવનગર, ગોડાદરા)
- પરબતભાઈ ઉર્ફે બાપુ જોરાભાઈ દેસાઈ (ઉ.૪૬, રહે. છપરાભાઠા, અમરોલી,સુરત)
- ભગવાનભાઈ હરીભાઈ સ્વાઇ (ઉ. ૪૪ રહે, પનાસગામ, સુરત)
- બલરામ નાનાભાઈ મેવાવાલા (ઉ.૭૪, રહે, માનદરવાજા, સુરત)
- અભિજિત સુભાષ બાવીસ્કર (ઉ.૩૪, રહે. ગોડાદરા, સુરત)
- ભાવેશ કિશોરભાઈ વાઘેલા (ઉ.૨૭, રહે, પાસોદરા ગામ, સુરત)
- દીપક વસંતભાઈ ઉધનાવાળા (ઉ.૪૮, રહે પાલનપુરગામ, સુરત)
- જયસિંગ ઉદાભાઈ સપકાળા (ઉ.૪૯, રહે, નાગસેન નગર, પાંડેસરા સુરત)
- માધવરાવ મધુકર પાટીલ (ઉ.૫૨, રહે. મહાદેવ નગર, ડીંડોલી, સુરત)
- કનૈયા દિનેશભાઈ સંચેતી (ઉ.૨૫, રહે. પાંડેસરા, સુરત)
- પ્રકાશચંદ્ર ઈશ્વરલાલ મર્ચન્ટ (ઉ.૫૮, રહે, સરદાર બ્રીજ પાસે, અડાજણ સુરત)
- જાકીર ઉર્ફે જગ્ગુ બદરૂદિન શેખ (ઉ.૪૧, રહે. ડુભાલ, સુરત)
- ઓધવજી દેવનદાસ હેમનાણી (ઉ.૬૩, રહે, અડાજણ સુરત)
ની જુદા જુદા વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.