AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત પોલીસે 4.5 લાખના ગાંજાના જથ્થા સાથે યુવકની ધરપકડ કરી ,આવી હતી મોડસ ઓપરેન્ડી

સુરત પોલીસે ઝડપેલો આરોપી ઓરિસ્સાથી ગાંજાના જથ્થાને નાની- નાની માત્રામાં ચોખા ભરેલ ગુણમાં છુપાવી ચોરી છુપીથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડી ગાંજાનું વેચાણ કરતા વ્યક્તિઓને ડીસ્ટ્રીબ્યુટ કરવાના ફિરાકમાં હતો.

સુરત પોલીસે 4.5 લાખના ગાંજાના જથ્થા સાથે યુવકની ધરપકડ કરી ,આવી હતી મોડસ ઓપરેન્ડી
Surat police arrested youth With Drugs
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 06, 2022 | 10:15 PM
Share

ગુજરાતના(Gujarat) સુરત(Surat)પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે( SOG)ઓરિસ્સા(Odisha)ના એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 4.5 લાખથી વધુનો પ્રતિબંધિત ગાંજાનો(Drugs)  જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં પહેલા મોટા પ્રમાણમાં ગાંજો લાવવામાં આવતો અને સાથે મોટું નેટવર્ક પણ ચાલવામાં આવતું હતું ત્યાં છેલ્લા કેટલાક વર્ષથી આવી પ્રવુતિ પર સતત પોલીસ લાલ આંખ કરતા આ ઈસમો નેટવર્ક તૂટી ગયું છે. તેમ છતાં પણ ખાનગી રાહે નશીલા પદાર્થ સુરત શહેર અને જિલ્લામાં લાવવા માટે પ્રયાસો કરવામાં આવેછે.

ઓરિસ્સાથી ચોખા ભરેલ ગુણની આડમાં ગાંજાનો જથ્થો લાવ્યો

જો કે સુરત એસોજીની ટીમે ઓરિસ્સા રાજયમાંથી નાર્કોટીસ ડ્રગ્સ સપ્લાય કરતાં ડ્રગ્સ માફીયાઓ ઉપર સકંજો કસીને ઓરિસ્સા રાજયથી ચાલતા આ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં આવ્યું હતુ.પરંતુ ડ્રગ્સ માફીયાઓ દ્વારા અવનવા કીમીયાઓ અજમાવી ગાંજાનો નાનો- નાનો જથ્થો માલ સામાનની આડમાં છુપાવી ટ્રેન મારફતે પેડલરો દ્વારા સપ્લાય કરવામાં આવાતો હોવાવી બાતમીના આધારે પોલીસે વોચ રાખી એક ઈસમને ઓરિસ્સાથી ચોખા ભરેલ ગુણની આડમાં ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી પોતાના ભાડાના મકાનમાં સંતાડી રાખેલ હતો.

આ ગાંજાનો છુટક વેપારીઓને વેચાણ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટ કરે તે પહેલા જ પોલીસે આરોપીના રહેણાંક મકાન ગોલવાડ શેરી નવાપુરા મહિધરપુરા ખાતે રેડ કરી આરોપી તોફાન સુદર્શન શાહુને રંગેહાથે ઝડપી પાડયો હતો..

આમ પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત ગાંજો જેનું વજન 40 કિલો 530 ગ્રામ, જે કિંમત રૂ. 4,05,300 , ગાંજા વેચાણના રોકડા રૂ, 14,010 મોબાઈલ બે નંગ , આધારકાર્ડની ઝેરોકસ, ચુટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સની ઝેરોકસ, રેલવે ટીકીટ નંગ- 2 અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ 7 નંગ, ટોરેન્ટ પાવરનું અસલ લાઈટબીલ સહિત કુલ રૂ. 4,24,310ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ડીસ્ટ્રીબ્યુટ કરવાના ફિરાકમાં હતો

એસઓજી પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરતાં સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય જેથી ઓરિસ્સા ખાતેથી ગાંજાના જથ્થાને નાની- નાની માત્રામાં ચોખા ભરેલ ગુણમાં છુપાવી ચોરી છુપીથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડી ગાંજાનું વેચાણ કરતા વ્યક્તિઓને ડીસ્ટ્રીબ્યુટ કરવાના ફિરાકમાં હતો.

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ માફીયાઓ ઓરિસ્સા રાજયથી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ધુસાડવાના વધુ એક પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે. ભુતકાળમાં ઓરિસ્સા રાજયથી સુરત શહેરમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાના નેટવર્કને તોડી પાડવા ઘણા બધા કેસો કરાતા ડ્રગ્સ માફીયાઓ દ્વારા અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી સુરત શહેરમાં ગાંજાનો જથ્થા ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે.

પરંતુ સુરત શહેર પોલીસ પણ ડ્રગ્સ માફિયાઓની અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી માહિતગાર રહી તેઓના દરેક પ્રયત્નો નિષ્ફળ બનાવી આવી ડ્રગ્સની બદીને સુરત શહેરમાં ફેલાવતા ઈસમોને પકડી પાડવામાં આવે છે.હાલતો આરોપી વિરુધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે

આ પણ વાંચો : SURAT : શહેરમાં CORONA વાયરસના નવા 1105 કેસ, જાણો ક્યાં ઝોનમાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">