SURAT : શહેરમાં CORONA વાયરસના નવા 1105 કેસ, જાણો ક્યાં ઝોનમાં કેટલા કેસ નોંધાયા
SURAT CORONA UPDATE : સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.
સૌથી ચિંતાની વાત એ છે કે સુરતમાં આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં નથી આવ્યા.
SURAT : સુરતમાં કોરોના (CORONA)બેકાબૂ બની રહ્યો છે. રોજે રોજ કોરોનાના નવા કેસો રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. આજે પણ સુરતમાં કોરોના ની કેસોની સંખ્યા એક હજારને પાર કરી ગઇ છે. નોંધનીય છે કે સુરતમાં 245 દિવસો બાદ કોરોના કેસોની સંખ્યા 1 હજારને પાર થઈ છે. છેલ્લે 6 મે, 2021 ના રોજ સુરતમાં 1039 કોરોનાના કેસ નોંધાયા હતા.
સુરત શહેરમાં 1105, ગ્રામ્યમાં 88 નવા કેસ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં આજે 1105 નવા કેસ નોંધાયા છે,તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.
અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધારે કેસ આજે સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1,105 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસો સુરતના અઠવા અને રાંદેર ઝોનમાંથી સામે આવ્યા છે. સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 484 લીધા છે. જ્યારે રાંદેર ઝોનમાં 220 જેટલા કેસ નોંધાયા છે.
સૌથી ચિંતાની વાત એ છે કે આજે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં નથી આવ્યા. આ સાથે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3024 પર પહોંચી ગઈ છે. જ્યારે હોસ્પિટલમાં 81 દર્દીઓ દાખલ છે. આજે ઓમીક્રોનનો એક પણ દર્દી નોંધાયો નથી.
આજે 94 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા આજે સુરતમાં 94 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે, જેમાં ફાઉન્ટેનહેડ સ્કૂલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ડીપીએસ સ્કૂલ, સુમન સ્કૂલ ઉધના, લિંબાયત, એક્સપરિમેન્ટલ સ્કૂલ, જી ડી ગોયેન્કા, પી.પી.સવાણી, રેડિયન્ટ સ્કૂલ, એલ પી સવાણી, આશાદીપ સ્કુલ, ભૂલકા વિહાર, ભગવાન મહાવીર કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, ડી આર બી કોલેજ તથા અન્ય કોલેજોનો સમાવેશ થાય છે.
આ શાળા તથા કોલેજોમાં 1022 જેટલા વ્યક્તિઓને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય શાળા તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આજે જે પોઝીટીવ કેસો નોંધાયા છે તેમાં એક વ્યક્તિ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
આ પણ વાંચો : GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર
આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?