AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી, ઝારખંડથી આરોપી ગેંગની ધરપકડ કરી

મહિલા પ્રોફેસરને મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશન દ્વારા ઓફર કરવામાં આવી હતી અને જેમાં તમામ કન્ડીશન અક્સેપ્ટ કરતા મોબાઇલ નો એક્સેસ આપી દીધો હતો. ત્યારબાદ તેના મોર્ફ કરેલા ન્યૂડ ફોટો સાથે ધમકી આપી રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે દબાણ લાવવા માટે ફોટો મહિલા પ્રોફેસરના મિત્રોને પણ મોકલ્યા હતા

Surat: મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી, ઝારખંડથી આરોપી ગેંગની ધરપકડ કરી
Surat Murder Case Culprit
Baldev Suthar
| Edited By: | Updated on: May 05, 2023 | 10:10 PM
Share

સુરતના(Surat) જહાંગીરપુરામાં મહિલા પ્રોફેસરના(Women Professor) આપઘાત કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસે ઝારખંડથી આરોપી ગેંગની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.આરોપી ગેંગે મહિલા પ્રોફેસરના ફોટાને મોર્ફ કરીને ન્યૂડ બનાવ્યો હતો. મોર્ફ કરેલા ફોટાના આધારે મહિલા પ્રોફેસર પાસેથી 71 હજાર જેટલા રૂપિયા પણ પડાવી લીધા હતા. ઝારખંડની ગેંગના બ્લેકમેલથી કંટાળીને મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.હવે ઝારખંડની આ ગેંગ પોલીસના સકંજામાં છે.

એપ્લીકેશન મારફતે 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા

સુરત જહાંગીરપુરામાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ 16મી માર્ચએ બપોરે ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલા નાની બેનના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો. મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોક્લ્યો હતો. આથી તાત્કાલિક નાની બેનએ મોટી બેનને વાત કરી હતી.જેમાં તેણે જણાવ્યું કે, મારા મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યસ કરેલું હતું. મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલીંગ કરી ખોટા મેસેજ કરે છે. મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મારી પાસેથી યુપીઆઈ ઉપરથી 3000, 1500, 6000, 1500 અને 8000 રૂપિયા તેમજ પેટીએમ એપ્લીકેશન મારફતે 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા.

આસિટન્ટ મહિલા પ્રોફેસર જે ત્રણ નંબરોથી વોટસએપ કોલ આવ્યો તે નંબરો પાકિસ્તાનના હતા

આસિટન્ટ મહિલા પ્રોફેસર જે 3 નંબરોથી વોટ્સએપ કોલ આવ્યો હતો તે નંબરો પાકિસ્તાનના છે. કેટલીક ગેરકાયદે એપ્લીકેશન છે. જેના પરથી ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશ્યિલ મીડિયા થકી વાત કરતી હોય છે.સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આઇપી અડ્રેસની તપાસ કરતા લોકેશન બિહારની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાંદેર પોલીસની ટીમ બિહારના નક્સલી વિસ્તારમાં પહોંચી હતી. વેશ પલટો કરીને વોચ ગોઠવી અભિષેક કુમાર રવિન્દ્રપ્રસદ સિંગ, રોશન કુમાર વિજય પ્રસાદ સિંઘ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરી હતી. નક્સલી વિસ્તારમાં હોવાથી ખૂબ જ કાળજીપૂર્વક સ્થાનિક પોલીસ સાથે મળી આ ઓપરેશન પાર પાડ્યું હતું.

47 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા

મહિલા પ્રોફેસરને મોબાઇલ ફોનમાં એક એપ્લીકેશન દ્વારા ઓફર કરવામાં આવી હતી અને જેમાં તમામ કન્ડીશન અક્સેપ્ટ કરતા મોબાઇલ નો એક્સેસ આપી દીધો હતો. ત્યારબાદ તેના મોર્ફ કરેલા ન્યૂડ ફોટો સાથે ધમકી આપી રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે દબાણ લાવવા માટે ફોટો મહિલા પ્રોફેસરના મિત્રોને પણ મોકલ્યા હતા. કુલ 47 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા.

સતત વોચ રાખી રેકી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા

વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ ઝાડ ઉપર બેસી અથવા કોઈ ડુંગર ઉપર બેસીને ધમકીઓનો સિલસિલો શરૂ કરતા હતા. ત્રણેય આરોપીઓ ધોરણ 10 સુધી જ ભણેલા છે. ઓનલાઇન સર્ચ દ્વારા દ્વારા ફોન હેક કરવા સહિતનો શીખ્યા હતા અને એકબીજાને શીખવ્યું હતું. પોલીસે તેમને ત્રણ દિવસ સુધી સતત વોચ રાખી રેકી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે કુલ 51000 ની મતાનો મુદ્દામાલ પકડી પાડ્યો

પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ પ્રિન્ટર કીબોર્ડ માઉસ ફિંગર પ્રિન્ટ મશીન અને 15 જેટલા આધાર કાર્ડની ઝેરોક્ષ કબજે કરી છે પોલીસે કુલ 51000 ની મતાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે પકડાયેલા આરોપીઓની હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે એકબીજા સાથે મળી લોનના હપ્તા ભરવાના નામે ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા અને બળજબરીપૂર્વક ફરવા મજબૂર કરવા સુધી પૈસા કઢાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">