Surat : સીઆર પાટિલે કેજરીવાલને ગણાવ્યા ચાઈનીઝ માલ, કહ્યું ગુજરાતીઓ હાથ આપવા માટે લાંબો કરે, માંગવા માટે નહીં
ગુજરાતીઓ(Gujarati ) ને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતીઓ આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં..

સુરત (Surat )શહેરમાં યોજાયેલ ફોગવા વાયબ્રન્ટ (Vibrant )વિવર્સ એક્સ્પો 2022 નું ઉદ્ઘાટન માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કેજરીવાલ (Kejriwal )પર પ્રહાર કર્યા અને મફતમાં આપવાની વાત ને કોઈ ખાસ ધ્યાન આપતા નહિ તે બાબતે પણ ટકોર કરી હતી.
સુરત ખાતે આજથી ગ્લોબલ ટેક્સટાઈલ ખાતે વિવર્સ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,હર્ષ સંઘવી સહિત ના નેતાઓ હાજરી આપી હતી. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના વક્તવ્યમાં માં હસતા હસતા આમ આદમી ના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં આવીને એક પછી એક જે જાહેરાતો કરવામાં આવી રહી છે તેને ટાંકીને નામ લીધા વગર ટકોર કરી હતી. કે હમણાં હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે.
એક રૂપિયોને દસ પૈસા જેવો એક દિવસનો ભાવ થાય છે. આટલું સસ્તું ટ્રીટેડ પાણી આખા દેશમાં કોઈ આપતું નથી. અને આ લોકો મફતમાં આપવાની વાતો કરે છે. એટલે ગુજરાતની જનતાને ફ્રી માં પાણી આપવાની લાલચ ન આપો. પાણીની સાથે વીજળી મફત આપવાની પણ જે જાહેરાત કરી છે એ બાબતને પણ ટકોર કરતાં કહ્યું હતું કે એક ભાઈ આવી ને કહે છે કે અમે ફ્રી માં વીજળી આપીશું.પરંતુ પાવર આવશે કે કેમ તે એક સવાલ છે.
ઉપરાંત ગુજરાતના યુવાઓ ને પણ નોકરીની લાલચ આપી છે. સાડા પાંચ લાખ નોકરીની સરકારે જાહેરાત કરી છે ત્યારે આ ભાઈ દસ લાખ નોકરીની જાહેરાત કરે છે. પણ તે કેવી રીતે કરશે તે નક્કી નથી. વધુમાં જાણવાયું હતું કે ગુજરાત રાજ્ય આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. કોરોના દરમ્યાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા અને કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા હતા. એટલે ગુજરાતીઓ ને લોલીપોપ આપવાનું બંધ કરી દો. ગુજરાતીઓ આપવા માટે હાથ લાંબો કરે છે માંગવા માટે નહીં..
ગુજરાત 2022 ની વિધાનસભા ઇલેક્શનને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એક પછી એક લોકોને વાયદા આપવામાં આવી રહ્યા છે અને તેના સંદર્ભ ની અંદર પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા આજે લોકોને મફત વસ્તુ સામે વેચાઈ ન જવું તે બાબતે તેની ટકોર કરી હતી.