Surat : સુરતમાં ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપવા પાણીપતનાં ઉદ્યોગપતિઓની તૈયારી
સુરત (Surat )અને આસપાસમાં વિકસેલો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ હાલ અપગ્રેડેશનના દૌરમાંથી પસાર થઇ રહ્યો છે. સુરતમાં આગામી પાંચ વર્ષમાં 25 હજાર કરોડથી પણ વધુ રકમનું મૂડીરોકાણ ફક્ત ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં આવી રહ્યું છે.
સુરત (Surat )શહેરમાં વિકસેલા ટેક્સ્ટાઇલ(Textile ) ઉદ્યોગ જેવું ક્લસ્ટર અને પ્રોત્સાહન અન્ય કોઇ રાજ્યમાં (State ) ઉપલબ્ધ બની શકે તેમ ન હોઇ, સમગ્ર દેશમાંથી ઉદ્યોગપતિઓ સુરતમાં ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપવા માટે આવી રહ્યા હોવાના પ્રમાણ મળી રહ્યા છે. સુરતમાં ડાઇંગ પ્રિન્ટીંગ ક્ષેત્રમાં મોટું નામ ગણાતા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતના પાણીપત ખાતે પણ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વિકાસ પામ્યો છે પરંતુ, ત્યાં સ્થાનિક સ્તરે કેટલાક પ્રશ્નો સર્જાતા હવે પાણીપતના ઉદ્યોગપતિઓએ સુરત શીફ્ટ થવાનો નિર્ધાર કર્યો છે અને તેમણે સુરત ખાતે કેવા પ્રકારના ટેક્સ્ટાઇલ યુનિટ સ્થાપી શકાય તે દિશામાં માર્કેટ સરવે પણ શરૂ કરી દીધા છે.
સ્થાનિક ઉદ્યોગપતિના કહેવા મુજબ પાણીપતના કેટલાક ઉદ્યોગપતિઓએ સુરત નજીક વિકાસ પામનારા પીએમ મિત્રા પાર્ક ખાતે પણ ફાઇબર ટુ ફેશન સુધીના વેલ્યુચેઇન પ્રોજેક્ટ સ્થાપવા અંગે પણ ઇક્રવાયરી શરૂ કરી દીધી છે. સુરતમાં હવે કપડું બનીને બહાર નહીં જાય પરંતુ, સુરતમાં ઉત્પાદિત થનારા કાપડમાંથી હવે ગારમેન્ટ બનીને માર્કેટમાં જાય એ પ્રકારનું મૂડીરોકાણ સમગ્ર ભારતભરના ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.
અત્યાર સુધી સુરતમાં મહારાષ્ટ્ર તેમજ દક્ષિણના રાજ્યોમાંથી અનેક ઉદ્યોગપતિઓએ વીવીંગ તેમજ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટેની ગતિવિધિ પણ શરુ કરી દીધી છે. એવી જ રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીના ઉદ્યોગપતિઓએ તો સમગ્ર સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ પર મજબૂત પકડ જમાવી દીધી છે.
હવે પાણીપતના ઉદ્યોગપતિઓ પણ અબજો રૂપિયાનું મૂડીરોકાણ લઈને સુરત આવી રહ્યા હોઇ, સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે આગામી દિવસ પ્રોગ્રેસિવ બની રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી કહે છે કે સુરત અને આસપાસમાં વિકસેલો ટેક્સ્ટાઇલ ઉદ્યોગ હાલ અપગ્રેડેશનના દૌરમાંથી પસાર થઇ રહ્યો છે. સુરતમાં આગામી પાંચ વર્ષમાં 25 હજાર કરોડથી પણ વધુ રકમનું મૂડીરોકાણ ફક્ત ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં આવી રહ્યું છે અને સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે પ્રધાનમંત્રી મિત્રા મેગા ટેક્ષટાઇલ પાર્ક તેમજ પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ આ બે યોજનાઓ ગેમ ચેન્જર સમાન બની રહેશે.
આ પણ વાંચો :
જૂની સિવિલ : પાંચ વર્ષમાં ત્રણવાર બદલ્યા પ્લાન છતાં પણ નથી શરૂ થઇ શક્યું હોસ્પિટલ બનાવવાનું કામ
સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથની યાત્રાએ જવા માટે રેકોર્ડબ્રેક ફિટનેસ સર્ટી આપવામાં આવ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો