સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથની યાત્રાએ જવા માટે રેકોર્ડબ્રેક ફિટનેસ સર્ટી આપવામાં આવ્યા
નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના (Corona) કારણે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ હોવાને કારણે લોકો જઈ શક્યા ન હતા પણ આ વખતે પ્રતિબંધો હળવા થતા લોકો અમરનાથ યાત્રા માટે ઉમટી પડ્યા છે. એ આ આંકડા જ બતાવે છે.
સુરતથી (Surat) અમરનાથ (Amarnath) યાત્રાએ જનારા લોકોની સંખ્યા વધી રહી છે. સિવિલ (Civil ) હોસ્પિટલમાં દરરોજ 200થી 250 સર્ટિફિકેટ બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5000 લોકોએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવ્યું છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. અગાઉ વર્ષ 2020-21માં કોરોનાને કારણે લોકો પ્રવાસ પર જઈ શક્યા ન હતા, તેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ બનાવવામાં આવ્યા ન હતા. વર્ષ 2019માં સિવિલ હોસ્પિટલમાંથી લગભગ 3000 લોકોએ અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યું હતું. બે વર્ષ બાદ લોકોને અમરનાથ યાત્રાનાં પ્રવાસે જવાનો મોકો મળ્યો છે, તેથી હોસ્પિટલમાં સર્ટિફિકેટ બનાવવા માટે ધસારો જોવા મળી રહ્યો છે.
દરરોજ સવારે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને સાંજે પ્રમાણપત્ર બનાવવામાં આવે છે. દરરોજ 30થી 40 લોકો ફિટનેસમાં ફેલ થઈ રહ્યા છે, અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે અરજી કરનારા લગભગ 30થી 40 લોકો દરરોજ ફેલ થઈ રહ્યા છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઈસીજી, એક્સ-રે જેવા ટેસ્ટમાં આ લોકોને રિજેક્ટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું છે.
સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવેકરના જણાવ્યા પ્રમાણે અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે લોકોની સંખ્યા વધી રહી છે. જ્યારથી અમે ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું કામ શરૂ કર્યું છે, હું રોજના 200થી 250 સર્ટિફિકેટ પર સહી કરું છું. આવનારા દિવસોમાં સંખ્યામાં વધારો થશે. અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું કામ 1 એપ્રિલથી શરૂ થયું છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર મેડિકલ ઓફિસર અને મેડિસિન વિભાગના ડૉક્ટરો આ કામમાં રોકાયેલા છે. આ સુવિધા સોમવારથી શુક્રવાર સુધી છે.
નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ હોવાને કારણે લોકો જઈ શક્યા ન હતા પણ આ વખતે પ્રતિબંધો હળવા થતા લોકો અમરનાથ યાત્રા માટે ઉમટી પડ્યા છે. એ આ આંકડા જ બતાવે છે. બે વર્ષ પહેલા એટલે કે 2019માં 3 હજાર જેટલા લોકોએ ફિટનેસ સર્ટિફિકેટ લીધા હતા. જયારે આ વર્ષે અત્યારસુધી 5 હજાર લોકોએ સર્ટિફિકેટ બનાવ્યા છે.
આ પણ વાંચો :
Surat : ગોડાદરામાં 6 વર્ષનો બાળક ટેરેસની પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો
Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો