AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દીકરી જન્મ બાદ તેને મળતા સરકારી લાભોથી વાકેફ કરાવવા સુરતમાં એક સંસ્થાએ શરૂ કર્યું અલાયદું કાર્યાલય

સૌથી પહેલા સંસ્થા દ્વારા પ્રસુતિ ગૃહ હોસ્પિટલોનો સંપર્ક કરી જે પ્રસુતાને દીકરી જન્મે તેના માટે ફોર્મ આપવામાં આવે છે અને તેમને આ સંસ્થાનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવવા માટે જણાવવામાં આવે છે

Surat : દીકરી જન્મ બાદ તેને મળતા સરકારી લાભોથી વાકેફ કરાવવા સુરતમાં એક સંસ્થાએ શરૂ કર્યું અલાયદું કાર્યાલય
An organization started an office in Surat to make aware of the government benefits they get after the birth of a daughter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 10:06 PM
Share

સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. દીકરી (daughter) ના જન્મથી લઈને તેના ભણતર સુધી તેના ઉછેરમાં મા બાપને મદદરૂપ થાય તેવી જાહેરાતો ઘણી કરવામાં આવી છે અને યોજનાના અમલીકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

આમ છતાં પણ ઘણા ઓછા લોકો એવા હોય છે, જેને આ યોજનાઓની અને તેનો લાભ કેવી રીતે લેવો તેની પૂરેપૂરી જાણકારી હોય છે. અને યોગ્ય જાણકારીના અભાવે તેઓ આ સહાયથી વંચિત પણ રહી જતા હોય છે. આવા લોકોની મદદ માટે એક સંસ્થા આગળ આવી છે.

સુરતમાં વ્હાલી દીકરીના વધામણાં અંતર્ગત સરકારની અનેક યોજના છે જેનો લોકો અત્યાર સુધી માહિતીના અભાવે લોકો લાભ નથી લઈ શકતા તેમના માટે સુરતની વ્હાલી દીકરીના વધામણાં નામની સંસ્થા (organization)શરૂ કરી લોકોને આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

દીકરી એટલે વ્હાલનો દરિયો. અત્યારે દીકરી માટે અનેકો યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે. બેટી બચાવો બેટી પઢાવો જેવી યોજના થકી અત્યારે દીકરીઓ ભણી ગણીને પગભર થઈ રહી છે. પરંતુ સરકારની એક એવી પણ યોજના છે જે દીકરી જન્મે ત્યારથી જ લાગુ પડી જાય છે. એ યોજના એટલે વ્હાલી દીકરીના વધામણાં.

આ યોજનાનો લાભ ઘણા લોકો માહિતીના અભાવે મેળવી શકતા નથી. તેવામાં સુરતના મોટા વરાછા ખાતે વ્હાલી દીકરીના વધામણાં નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી છે અને લોકોને આ યોજનાનો લાભ અપાવવા માટે સહાય પણ શરૂ કરી છે.

સૌથી પહેલા આ સંસ્થા દ્વારા વરાછા વિસ્તારની તમામ પ્રસુતિ ગૃહ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને ફોર્મ વિતરણ કરવામાં આવે છે કે જો કોઈ પ્રસૂતાને દીકરી જન્મે (girl birth) તો તેમને આ યોજના અંતર્ગત સરકાર તરફથી અનેક લાભ આપવામાં આવે છે.

સાથે જ સંસ્થા દ્વારા પણ લોકો ને દાતા દ્વારા અનેક લાભ આપવામાં આવે છે જેમા સોનાનો દાણો, નજરીયા, જલેબી ફાફડા , કેક વગેરે વસ્તુ આપવામાં આવે છે. જોકે હાલ લોકોને આ યોજના પ્રત્યે જાણકારી નથી જેથી લોકો તેનો લાભ લઇ શકતા નથી, જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે સંસ્થા દ્વારા તમામ પ્રસુતિ ગૃહ ખાતે પોસ્ટર ચોંટાડીને માહિતી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Surat : મહાનગરપાલિકા કોસાડ અને કરંજ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 477 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરશે

આ પણ વાંચોઃ Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">