Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

સુરતમાં હાલના સમયમાં લગ્નસરા અને ત્યારબાદ ઈદ હોવાથી કાપડ માર્કેટમાં સારા એવા ઓર્ડર હોય છે. પરંતુ હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેને કારણે વેપારીઓ માલની ખરીદી તેમજ નવા ઓર્ડર માટે માર્કેટ ખાતે નથી આવી રહ્યા.

Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર
Surat Weaving Yarn Market Faces Negligable Purchase (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:02 PM

સુરતમાં(Surat) હાલના સમયમાં લગ્નસરા અને ત્યારબાદ ઈદ(Eid) હોવાથી કાપડ માર્કેટમાં(Textile Market) સારા એવા ઓર્ડર હોય છે. પરંતુ હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેને કારણે વેપારીઓ માલની ખરીદી તેમજ નવા ઓર્ડર માટે માર્કેટ ખાતે નથી આવી રહ્યા. જેની સીધી અસર વિવિંગ અને યાર્ન માર્કેટ પર પડી છે.વિવિંગ ઈન્ડસ્ટ્રીમાં ગ્રે કાપડ તૈયાર જથ્થો મોટી સંખ્યામાં પડ્યો હોવાથી યાર્નની ખરીદી નહિવત થઈ ગઈ છે. જેને કારણે કેટલાક વિવિંગ માં બે દિવસની રજા પણ આપી દીધી છે.ડિસેમ્બરથી માર્ચ સુધી કાપડ માર્કેટમાં તેજીનો માહોલ હોય છે. અને કોરોનાની બીજી લહેર પછી આ સીઝન સારી રહેવાનો કાપડ ઉદ્યોગનું અનુમાન હતું. મોટી સંખ્યામાં કાપડ વેપારી ઓ એ માલ તૈયાર કરી નાખ્યો હતો અને ખાસ કરીને વિવિંગ એકમો દ્વારા પણ કાપડ નો મોટો જથ્થો તૈયાર કરી લેવામાં આવ્યો હતો.

પરંતુ એવામાં કોરોનાની ત્રીજી લહેર આવતા અન્ય રાજ્યો માથી જે માલ ખરીદવા માટે વેપારીઓ આવતા હોય છે તે નહિવત થઈ ગયા હતા અને જેની સીધી અસર વિવિંગ અને યાર્ન માર્કેટ પર પડી હતી. સાઉથ ગુજરાત યાર્ન ડીલર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે , હાલમાં વિવિંગ એકમોમાં કાપડના સ્ટોકનો ભરાવો છે જેથી યાર્નના ઓર્ડર ખુબજ નહિવત મળી રહ્યા છે.

વિવિંગમાં તો અત્યારે રોજ ના કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ શનિ – રવિ એમ બે દિવસની રજા આપવામાં આવી છે. ક્યાં તો પછી 15 દિવસનું વેકેશન પણ પાડી દેવામાં આવ્યા છે. જેથી પ્રોડકશન નહિવત હોવાથી યાર્ન બજારની રોનક ફરી મુરઝાઈ ગઈ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો કે જ્યાં સુધી વાત છે કોરોનાની અસરની તો હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. સુરતમાં પણ ત્રીજી લહેર પિક પર આવીને ઓસરી રહી હોય તે પ્રકારે કેસો 1 હજારની અંદર આવી ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર લગ્નસરા અને તહેવારોની ખરીદી નીકળે અને બજારોમાં રોનક પરત ફરે તેવી અપેક્ષા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ રાખીને બેઠું છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો : Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામે બોગસ ડોકટર ઝડપાયો 

g clip-path="url(#clip0_868_265)">