Surat : રવિવારે મુખ્યમંત્રી સુરતમાં, કોર્પોરેશનના અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના અન્વયે લાભાર્થીઓને 10 હજારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મનપા, સુડા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ હશે.

Surat : રવિવારે મુખ્યમંત્રી સુરતમાં, કોર્પોરેશનના અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
Gujarat CM will visit Surat on Sunday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:12 PM

તા. 26 ડિસેમ્બરે રવિવારે શહેરમાં સુરત મનપાના (Surat Municipal Corporation) અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના (CM Bhupendra Patel) હસ્તે થશે. જેમાં અંદાજિત રૂ. 64.66 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને રૂ. 133.22 કરોડનાં ખાતમુહૂર્ત કરાશે. જેમાં વરિયાવ, જહાંગીરપુરામાં આવાસો, કનકપુરમાં સિવિલ સેન્ટર, સીમાડામાં ભૂગર્ભ ટાંકી આ પ્રોજેક્ટોનાં લોકાર્પણ થશે.

મુખ્યમંત્રી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના અન્વયે લાભાર્થીઓને 10 હજારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મનપા, સુડા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ હશે.

કયા પ્રોજેક્ટોનું લોકાર્પણ થશે ? મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 10 કલાકે મનપાના વિવિધ પ્રોજેક્ટોના 64.66 કરોડનાં લોકાર્પણ અને 133.22 કરોડનાં ખાતમુહૂર્ત માટેની તકતીઓનું અનાવરણ ક૨શે. કુલ 197.88 કરોડના પ્રોજેક્ટોમાં મનપા દ્વારા હજી ઉમેરો થઇ શકે છે. હાલ નક્કી થયેલા પ્રોજેક્ટોમાં સ્લમ અપગ્રેડેશન સેલના ટી.પી.સ્કીમ -36 ( વરિયાવ ), પ્લોટ નં .90 ખાતે 47.74 કરોડમાં તૈયાર થયેલાં 682 સુવિધાયુક્ત આવાસો અને 4 દુકાનોનું લોકાર્પણ, ટી.પી. સ્કીમ નં .46 ( જહાંગીરપુરા ), એફપી નં .97 ખાતે 14.89 કરોડમાં તૈયાર થયેલાં 196 આવાસ અને 8 દુકાનનું લોકાર્પણ થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હાઈડ્રોલિક વિભાગ અંતર્ગત સીમાડા વોટર વર્કસ કેમ્પસમાં 1.78 કરોડની ભૂગર્ભ ટાંકી, અઠવા ઝોનમાં ઉમરા સ્થિત પ્રિયદર્શીની ગાર્ડન ખાતે 11 લાખના ખર્ચે આંગણવાડી અને ઉધના ઝોન ખાતે કનકપુર – કનસાડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાર્ડનની બાજુમાં 13.5 કરોડના ખર્ચે સિવિક સેન્ટર સહિત કુલ 64.6 કરોડના પ્રોજેક્ટોનાં લોકાર્પણ કરવામાં આવશે.

કયા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે ? ઉપરાંત 133.22 કરોડના ખર્ચે જે પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત થનાર છે, તેમાં લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે 3.24 કરોડના ખર્ચે નવો ખાડી બ્રિજ, અઠવા ઝોનમાં ટીપી સ્કીમ નં .13 (વેસુ ભરથાણા) ખાતે 44 કરોડના ખર્ચે 540 આવાસ અને ૮ દુકાન, રાંદેર ઝોનમાં ટીપી સ્કીમ નં .46 ( જહાંગીરપુરા ) ખાતે 65 કરોડના ખર્ચે 808 આવસ, ઉધના એ ઝોનમાં બમરોલી વિસ્તારમાં પુનીતનગર ખાતે 1.08 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ.

રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે 9.87 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા, નવા વરાછા ઝોનમાં સુરત – બારડોલી રોડ પર લેન્ડમાર્ક ટેક્સટાઈલ અને શ્યામ સંગીની ટેક્સટાઈલ નજીક ખાડી સુધીના રોડની બંને તરફ સર્વિસ રોડ ઉ૫૨ 1.58 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરાછા એ ઝોનમાં અશ્વિનીકુમાર ખાતે ૮ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા સહિતનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

આ પણ વાંચો : Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">