AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

તાજેતરમાં પાલિકા દ્વારા યુનિવર્સિટીને વળતર પેટે 6 કરોડ 44 લાખ રૂપિયા ચુકવવાની તૈયારી દર્શાવી હતી , જયારે યુનિવર્સિટી દ્વારા વેલ્યુઅર પાસે 2930 ચોરસ મીટર જમીનની વેલ્યુ કઢાવતા અંદાજે 19 કરોડ રૂપિયાની જમીન સંપાદનમાં ગઇ હોવાનો રિપોર્ટ મળ્યો હતો .

Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 12:50 PM
Share

સીટીલાઇટથી (City Light )વેસુને જોડતો રસ્તો પહોળો કરવા માટે પાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(VNSGU ) અંદાજે 19 કરોડ રૂપિયાની બજાર કિમતની જમીન સંપાદન કર્યા બાદ , હવે માત્ર 6 કરોડ 44 લાખ રૂપિયા ચુકવવાની તૈયારી પાલિકાએ દર્શાવી છે . બજાર કિંમત કરતા અડધી કિંમત પણ પાલિકાના શાસકો ચુકવવા તૈયાર ન હોવાથી આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં પાલિકા સાથે ચર્ચા વિચારણા કરવા માટે બે સભ્યોની કમિટી બનાવી વિવાદનો ઉકેલવાનો પ્રયાસ કરાશે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત – યુનિવર્સિટી ખાતે મળેલી સિન્ડીકેટની બેઠકમાં યુનિવર્સિટીની કપાત જમીનના વળતર માટે આજે ભારે રસાકસી જોવા મળી હતી . પાલિકા દ્વારા વર્ષ 2018-19ના સમયગાળામાં  સિટીલાઈટથી વેસુ વિસ્તારને જોડતો રોડ પહોળો બનાવવા માટે ભરથાણા – વેસુમાં સમાવિષ્ટ બ્લોક નંબર 165,166,167,169,171 , તેમજ 176 પૈકીના મંજુર પુનરાવર્તિત વિકાસ નકશા -2004 મુજબ 60 મીટરના પહોળાઇના ડી.પી રસ્તાની 2930 ચોરસ મીટર જમીન સુરત મહાનગર પાલિકા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી ,

જે તે સમયે પાલિકા દ્વારા આ જમીનનું વળતર ચુકવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી . જો કે તાજેતરમાં પાલિકા દ્વારા યુનિવર્સિટીને વળતર પેટે 6 કરોડ 44 લાખ રૂપિયા ચુકવવાની તૈયારી દર્શાવી હતી , જયારે યુનિવર્સિટી દ્વારા વેલ્યુઅર પાસે 2930 ચોરસ મીટર જમીનની વેલ્યુ કઢાવતા અંદાજે 19 કરોડ રૂપિયાની જમીન સંપાદનમાં ગઇ હોવાનો રિપોર્ટ મળ્યો હતો . જેથી પાલિકાના શાસકો યુનિવર્સિટીની મોકાની અને કરોડો રૂપિયાની જમીન સંપાદન કર્યા બાદ , તેનું બજાર કિંમત કરતા અડધી કિંમત કરતા પણ ઓછુ વળતર ચુકવવાનું જણાવતા વિવાદ ઉભો થયો છે .

આ વિવાદને શાંત કરવા માટે મળેલી સિન્ડીકેટની બેઠકમાં સંજય લાપસીવાલા અને કશ્યપ ખરચીયાની કમિટી બનાવવામાં આવી હતી , આ બંને સભ્યો હવે પાલિકાના સત્તાધિશો સાથે ચર્ચા વિચારણા કરીને મનપા યુનિવર્સિટીને બજાર ભાવનું વળતર મળી રહે તેવા પ્રયાસો કરશે . અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની જમીન એજયુકેશન ઝોન માટે રિઝર્વ કરવામાં આવી હોવા છતા પાલિકાએ માર્ગ વિકાસ માટે ફરજીયાત જમીન સંપાદન કરી હતી . જે તે સમયે તત્કાલીન હોદેદારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો . છતા જમીન સંપાદન કરી લીધા બાદ પાલિકાના સત્તાધિશોએ તૈવર બદલતા યુનિવર્સિટીના સત્તાધિશો મુઝવણમાં મુકાયા છે .

વિદ્યાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને નવા અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી નહીં મળે 

વિધાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને નવા અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી મળશે નહીં યુનિવર્સિટી દ્વારા કોરોના કાળ દરમિયાન વિધાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને ભીંસમાં લેવા માટે તેમની પાસેથી વધારાની પ્રોસેસીંગ ફી વસુલ કરવામાં આવશે , આ ઉપરાંત આવી કોલેજોને આગામી વર્ષમાં રચનાર એફ.આર.સીનો લાભ લઇ શકશે નહીં , તેમજ જોડાણ ફી દંડ રૂપે બમણી ભરવાની રહેશે , તેમજ આવી કોલેજોને ભવિષ્યમાં વધારાના ડિવીઝન કે નવા અભ્યાસક્રમની માંગણીને સ્વીકાર કરવામાં આવશે નહીં અને હાલના વર્ગની સંખ્યા પણ ઘટાડાની વિચારણા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે .

આ પણ વાંચો : Surat : બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનું વેચાણ ડબલ થતા જવેલર્સને ચાંદી જ ચાંદી

આ પણ વાંચો : Surat : દિલ્હી પોલીસ અને સુરતની સંસ્થાની પહેલ, નાની બાળકીઓ પર જાતીય હિંસા રોકવા શરૂ કરી ઝુંબેશ

કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">