Surat : અંગદાનમાં નવી મિશાલ, સુરતના 14 વર્ષનાં બ્રેન ડેડ યુવકના હાથ પુણેના યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા

વધુમાં તેને ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમે સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને,અંગદાન કરાવવાનું જે કાર્ય કરો છો તેને કારણે મારા જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવામાટે આપ એક માધ્યમ છો.

Surat : અંગદાનમાં નવી મિશાલ, સુરતના 14 વર્ષનાં બ્રેન ડેડ યુવકના હાથ પુણેના યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા
Hands Transplant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 3:20 PM

સુરતમા વીજ કરંટથી બ્રેન ડેડ પામેલા 32 વર્ષના યુવાનના બે હાથ પુણેના યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. અંગદાન માટે કામ કરતી શહેરની ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ખાનગી હોસ્પીટલમાં સુરતના અંગદાતા (Organ donor ) સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ(hand transplant ) પુણાના એક યુવાનમાં કરવામાં આવ્યું હતું. 32 વર્ષના આ યુવાને કંપનીમાં કરંટ લાગતા પોતાના બંને હાથ ગુમાવ્યા હતા.

સુરતના બ્રેન ડેડ યુવાનના હાથ ટ્રાન્સપ્લાન્ટ થકી મળવાથી પુણેના આ યુવકે ખુશી વ્યક્ત કરી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે નવું જીવન મળી ગયું હોય એવી તેની લાગણી તેણે વ્યક્ત કરી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા આ યુવક નિ:સહાય, લાચારી, મજબુર અને નાસીપાસ થઇ ગયો હતો. હાથ વગર જિંદગી અધૂરી લાગતા તેણે જીવન જીવવાની આશા પણ છોડી દીધી હતી. એક સમયે તે પોતે પરિવાર પર બોજ બની ગયો હોય એવું તેને લાગતું હતું,

જેમનો હાથ કપાયો તે યુવાને પોતાની વાત કરતા જણાવ્યું હતું કે તેના હાથ કપાયા ત્યારે તે જીવનથી હતાશ થઇ ગયા હતા. કંપનીમાં તે એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. જોકે હાથ કપાયા બાદ તેમની પાસે કોઈ કામ રહ્યું ના હતું. પરિવારમાં પત્ની અને 12 દિવસની દીકરી હતી. જોકે શરીરના આ અંગ કપાતા તેઓ પોતે નિસહાય અનુભવતા હતા. જોકે સુરતના ધાર્મિક કાકડીયાના હાથ અંગદાનમાં મળતા આજે તેમને જાને નવું જીવન મળ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તેને ધાર્મિકના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના નિર્ણય થકી આજે મને હાથ મળ્યા છે અને નવુંજીવન મળ્યું છે. હું તેમનો ખુબ જ આભાર માનું છું,ધાર્મિકના માતા-પિતાને સંદેશો આપવા માંગું છું કે તમારો દીકરો ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે અને હું પણ તેમનો જ દીકરો છું,તેના હાથ વડે હું સતકાર્યો કરી સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ.

વધુમાં તેને ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમે સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવીને,અંગદાન કરાવવાનું જે કાર્ય કરો છો તેને કારણે મારા જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવામાટે આપ એક માધ્યમ છો. આજ રીતે અંગદાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન આપતા રહો તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલા એ જણાવ્યું હતું કે આપણા દેશમાં અસંખ્ય લોકો અકસ્માતમાં હાથ પગ ગુમાવે છે. પરંતુ બ્રેઇનડેડ લોકોના હાથ પગ ડોનેશન કરવાથી પણ અન્યોને નવું જીવન મળી શકે છે તેનું તેઓએ ઉદાહરણ આપ્યું છે. દેશમાં આટલા હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થતા નથી. હાલ તે પ્રારંભિક તબક્કામાં છે. પણ હવે લોકોમાં જાગૃતિ આવશે. અને અંગદાનમાં આ નવી મિશાલ કાયમ થશે.

આ પણ વાંચો : Share Market : એશિયન બજારોમાં નરમાશ વચ્ચે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ અને નિફટી માં 0.2 ટકાનો વધારો

આ પણ વાંચો : ઘરના આંગણે સ્ટંટ કરી રહી હતી મહિલાઓ, પછી થયુ કઇંક એવું કે લોકો બોલ્યા – ‘પપ્પાની પરી જમીન પર પડી’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">