Surat : નર્મદ યુનિવર્સીટી પેપર લીક મામલે પોલીસ ફરિયાદ થવાની સંભાવના
શિક્ષણ જગત માટે આ કલંકિત ઘટનામાં કૉલેજ (College )કે યુનિવર્સિટી પૈકી કોઇએ આ ઘટનાને છુપાવી રાખી હતી તે સ્પષ્ટ છે. કારણકે વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ખૂલી ગયા બાદ ફરી સીલ મારી દેવાયા હતા.
સુરતની (Surat ) વાડિયા વિમેન્સ કોલેજ પેપર લીક (Paper Leak ) કાંડમાં 13 સભ્યોની બનેલી તપાસ સમિતિમાં બે ભાગલા પડી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અમુક સભ્યો જવાબદારોને બચાવવાની તરફેણમાં હોય તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. તેમ છતાં યુનિવર્સિટી તંત્ર જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે તેવી સંભાવના દેખાઇ રહી છે. આજે બુધવારે તપાસ સમિતિ યુનિવર્સિટીને તપાસ રિપોર્ટ સબમિટ કરશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બી.કોમ સેમેસ્ટર-6 ના અર્થશાસ્ત્ર અને બીએ સેમેસ્ટર-6 ના ગુજરાતી, ઇતિહાસ, અંગ્રેજી અને હોમ સાયન્સ વિષયના પ્રશ્નપત્રો પરીક્ષાના એક દિવસ પહેલા વાડિયા વિમેન્સ કોલેજ ખાતે ખુલી ગયા હતા. તે સમગ્ર ઘટનાની તપાસ માટે 13 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. તપાસમાં વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ, પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. કોલેજના સીસી ટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે.
તપાસ સમિતિમાં પણ બે ભાગલા પડી ગયા હોવાની ચર્ચા છે. અમુક સભ્યો જવાબદાર લોકોની તરફેણ કરી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. પરંતુ યુનિવર્સિટી તંત્ર દ્વારા લીગલ ઓપિનિયન લેવામાં આવ્યો છે અને તેને આધારે પોલીસ ફરિયાદ કરવાની દિશામાં યુનિવર્સિટી તંત્ર વિચારી રહ્યું છે. યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ દ્વારા પેપર લીક કાંડમાં જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
શિક્ષણજગત માટે આ કલંકિત ઘટનામાં કૉલેજ કે યુનિવર્સિટી પૈકી કોઇએ આ ઘટનાને છુપાવી રાખી હતી તે સ્પષ્ટ છે. કારણકે વાડિયા વિમેન્સ કોલેજમાં પેપર ખૂલી ગયા બાદ ફરી સીલ મારી દેવાયા હતા. તે દરમિયાન પેપરો વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. પેપરો 24 કલાક અગાઉ જ લીક થયા હતા. તેમ છતા કૉલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરી હતી કે નહી તે એક સવાલ છે. તો યુનિવર્સિટીને જાણ કરી હોય તો પરીક્ષા રદ કરવા 24 કલાકની રાહ કેમ જોવાઇ તે પણ તપાસનો વિષય છે. જેથી તપાસ કમિટી સામે અનેક પડકારો હતા. હવે જયારે તપાસ કમિટી રિપોર્ટ સુપરત કરવાની છે ત્યારે જોવાનું રહેશે કે આ પેપરલીક કાંડ મુદ્દે કોણ જવાબદાર બને છે ?
આ પણ વાંચો :
Tapi Riverfront : નેધરલેન્ડ અને સ્પેનની મુલાકાત માટે વર્લ્ડ બેંકનું આમંત્રણ, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અભ્યાસ માટે કમિશનર સહિતના અધિકારીઓ જશે વિદેશ પ્રવાસે
ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો