PAPER LEAK કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલ ઝડપાયો
પોલીસે વધુ પ્રાંતિજ અને ઈડર તાલુકાના વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલ ધાનેરાથી ઝડપાઈ ગયો છે. જે ઉંછા ગામનો વતની છે.
PAPER LEAK : હેડક્લાર્ક પેપર લીક કેસમાં આજે સાબરકાંઠા (Sabarkanth) પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે વધુ પ્રાંતિજ (prantij) અને ઈડર તાલુકાના વધુ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલનો (jayesh Patel) ભાઈ સંજય પટેલ (sanjay patel) ધાનેરાથી ઝડપાઈ ગયો છે. જે ઉંછા ગામનો વતની છે. પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં સંજય પટેલ, અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ અને ધીમેન પટેલનો સમાવેશ થાય છે. તમામને આજે સાંજે પ્રાંતિજની કોર્ટમાં (Court) રજૂ કરીને રિમાન્ડની માગણી કરાશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ પ્રકરણમાં 27 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક કેસના 12 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા. આ કેસમાં ફરિયાદ નોંધાવવાના પ્રથમ દિવસે ૬ આરોપીની ધરપકડ કરાઈ હતી. તો અન્ય 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. જેથી તમામ 12 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મુખ્ય સૂત્રધાર જયેશ અને દેવલ પટેલના આજે વધુ રિમાન્ડ માટે ડીવાયએસપી દ્વારા માગણી કરવામાં આવશે. જ્યારે અન્ય આરોપી કિશોર આચાર્ય, દિપક પટેલ અને મંગેશ શિરકેના વધુ રિમાન્ડ માટે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરાશે.
જણાવી દઈએ કે ગત ગુરુવારના રોજ મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા દેવલ પટેલ અને રાજુ અગ્રવાતની ધરપકડ કરી હતી. અને, શુક્રવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. અને આરોપી પક્ષના વકીલ અને સરકારી પક્ષના વકીલની સામસામે દલીલ ચાલી હતી.દલીલના અંતે કોર્ટે દેવલ પટેલના 28 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતો. તો રાજુ અગ્રવાતના રિમાન્ડ ના મંજુર કર્યા છે. તો રાજુ અગ્રવાત અમરેલી જિલ્લાના બાબરાનો હોવાને લઇ વધુ તપાસ જરૂરી હોવાને લઇ પોલીસે પણ રિમાન્ડ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી માટેની તૈયારી કરી લીધી હતી.
આ પણ વાંચો : ESIC Recruitment 2021: ESICમાં ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી, જુઓ તમામ વિગતો