Surat : ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી માટે નોટિસ આપનાર કોર્પોરેશનની મસ્કતી હોસ્પિટલ જ ફાયર સેફટી વિનાની !

શહેરભરની ખાનગી(Private ) હોસ્પિટલોને ફાયર સેફટી ન રાખવા બદલ નોટિસ ફટકારતા ફાયર વિભાગને ધ્યાને હવે મનપા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં જ ફાયર સેફટી ન હોવાનું ધ્યાને આવતા તાકીદે અહીં ફાયર સેફટી ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે.

Surat : ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી માટે નોટિસ આપનાર કોર્પોરેશનની મસ્કતી હોસ્પિટલ જ ફાયર સેફટી વિનાની !
Maskati Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:30 AM

એકતરફ સુરત મહાનગરપાલીકાનું(SMC)  ફાયર વિભાગ ફાયર સેફટી નહીં ધરાવતી ખાનગી(Private ) હોસ્પિટલોને સીલ મારવાની અને નોટિસ(Notice ) આપવાની કામગીરી કરી રહી છે. ત્યાં દીવા તળે અંધારા જેવી વાત સામે આવી છે. જ્યાં મહાનગરપાલિકા સંચાલિત કોર્પોરેશનની મસ્કતી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટિનો અભાવ જોવા મળ્યો છે. ફાયર સેફટીની સુવિધા વિનાની શહેરમાં કાર્યરત હોસ્પિટલોને સિલીંગની કામગીરી દરમિયાન થઇ રહેલા સર્વેમાં મસ્કતિ અને સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા બાબતે ધાંધલી હોવાનું ધ્યાને પડ્યું હતું.

આખા શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા પણ મસ્કતી- સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધાના મુદ્દે લાપરવાહી  

હવે સુરત મનપા દ્વારા તાબડતોડ મસ્કતિ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ સપ્લાય અને ઈન્સ્ટોલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ પ્રથમ બે વખત આ અંગેના ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતાં. પરંતુ એજન્સીઓ દ્વારા જમા કરવામાં આવેલ ડોક્યુમેન્ટો અપૂરતા હોવાથી ટેન્ડર દફતરે કરવામાં આવ્યા હતાં. અને હવે ત્રીજી વખત કરવામાં આવેલા પ્રયત્ન દરમિયાન કુલ ત્રણ એજન્સીઓની ઓફર મનપા પાસે આવી હતી . પરંતુ ત્રણ પૈકી બે એજન્સીઓ ડિસક્વોલિફાય થતા એક માત્ર એજન્સીને ટેન્ડર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રૂ. 80.39 લાખના ખર્ચે સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 4, મસ્કતિ ધર્માંધા હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ સપ્લાય અને ઈન્સ્ટોલ કરી પાંચ વર્ષના કોમ્પ્રેસિવ એન્યુઅલ મેઈન્ટેનન્સની કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપવા સ્થાયી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આમ, શહેરભરની ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી ન રાખવા બદલ નોટિસ ફટકારતા ફાયર વિભાગને ધ્યાને હવે મનપા સંચાલિત મસ્કતી હોસ્પિટલમાં જ ફાયર સેફટી ન હોવાનું ધ્યાને આવતા તાકીદે અહીં ફાયર સેફટી ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ઉપરાંત લીંબાયત ઝોનમાં સાંઈદર્શન માર્કેટથી સાલાસર ગેટ સુધી રોડની બન્ને બાજુ નિયત ઓનસ્ટ્રીટ પાર્કિંગની જગ્યામાં પે-એન્ડ પાર્કના ઈજારા માટે 27.75 લાખની વાર્ષિક મિનિમમ ઓફસેટ પ્રાઈઝ સામે મનપા સમક્ષ અન્ય એક એજન્સી દ્વારા મહત્તમ 37.11 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ ઓફરને આધારે એક વર્ષનો ઈજારો સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">