AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં રખડતા ઢોર પર કાબુ મેળવવા મનપા એક્શનમાં, રખડતા ઢોરને RFID લગાડવાની પ્રક્રિયા ઝડપી બનાવાઇ

Surat News : ગુજરાત સરકારે રખડતા પ્રાણીઓને કાબૂમાં લેવા માટે વિડિયો કોન્ફરન્સમાં RFID લગાવીને દરેક પ્રાણીની નોંધણી કરવાની સલાહ આપી છે. ત્યારે સુરત મનપા આ મામલે એક્શનમાં આવી છે.

સુરતમાં રખડતા ઢોર પર કાબુ મેળવવા મનપા એક્શનમાં, રખડતા ઢોરને RFID લગાડવાની પ્રક્રિયા ઝડપી બનાવાઇ
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 27, 2023 | 2:08 PM
Share

સુરત શહેરમા ખડતા પશુઓના અત્યાચારથી છુટકારો મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે ગુજરાત સરકારે રખડતા પ્રાણીઓને કાબૂમાં લેવા માટે વિડિયો કોન્ફરન્સમાં RFID લગાવીને દરેક પ્રાણીની નોંધણી કરવાની સલાહ આપી છે. સરકારના આ સૂચન બાદ સુરત મહાનગર પાલિકાએ RFID લગાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. ગુજરાતમાં સૌથી વધુ ચીપ સુરત પાલિકા દ્વારા લગાવામાં આવી.

મનપાની ઢોરમાં RFID લગાવડાવવા પશુપાલકોને અપીલ

31 માર્ચ પછી ફરજિયાત ચીપિંગ ફી પણ વસૂલવામાં આવશે. સરકારે 31 માર્ચ, 2023 પહેલા તમામ પશુપાલકોના ઢોરની મફત ચીપીંગ માટે જાહેર નોટિસ બહાર પાડી છે. 31 માર્ચ પછી, RFID ચિપિંગ ફરજિયાત કરવામાં આવશે અને તે પછી નિર્ધારિત રકમ પણ એકત્રિત કરવામાં આવશે. આથી મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે આ પહેલા ઢોરમાં RFID લગાવી દેવામાં આવે.

રખડતા પશુઓ પર અંકુશ મેળવવા સુરત પાલિકા સતર્ક

સુરતમાં એક પછી એક રખડતા પશુઓના કારણે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. જે બાદ રખડતા પશુઓને અંકુશમાં લેવા માટે પાલિકાને આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત સુરત શહેરમાં અંદાજે 60 હજાર ઢોર છે, જેમાંથી 40 હજારથી વધુ પશુઓને ચીપ લગાવવાની દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ પાલિકાની ટીમ સાથે માથાકૂટ પણ થતી હોય છે, છતાં પણ પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકની અનેક ઘટનાઓ

મહત્વનું છે કે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોરે અડફેટે લેતા અકસ્માત થવાની અને મોત થવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. આજે પણ ગાંધીનગરના દહેગામમાં રખડતા ઢોરે 7 વર્ષના બાળક અને યુવક પર હુમલો કર્યો હતો. રખડતા ઢોરે બે પિતરાઈ ભાઈને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બંને ઇજાગ્રસ્ત થયા છે. યુવકને છાતીના નીચે સામાન્ય ક્રેક અને બાળકને ફ્રેકચર થયું છે. જો કે હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને રજા આપી દેવાઈ હતી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">