Surat : કોલસાની અછતથી સુરતની મિલોની હાલત થઇ કફોડી, અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ !

હાલમાં મોટાભાગની મિલોએ(Mill ) પોતાના એકમોમાં કામગીરી ઓછી કરી નાખી છે, હાલમાં મોટાભાગની મિલો દ્વારા સપ્તાહમાં 4 દિવસજ કામ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ દિવસ રજા રાખવામાં આવી રહી છે. 

Surat : કોલસાની અછતથી સુરતની મિલોની હાલત થઇ કફોડી, અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ !
Mills in Surat in dire straits due to coal shortage(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 9:54 AM

કાપડ ઉદ્યોગ (Textile Industry ) પર હાલમાં સમસ્યાના વાદળો છવાયેલા છે તેમાં પણ ખાસ કરીને ડાઈંગ (Dying )એન્ડ પ્રોસેસિંગ(Processing )  હાઉસ એટલે કે મિલો પર સૌથી વધારે અસર થઇ છે. પાછલા ત્રણ મહિનામાં 15 જેટલી મીલો બંધ થઇ છે અને 9 જેટલી મિલોએ થોડા સમય માટે મિલો બંધ કરવા જીપીસીબીમાં જાણ પણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે. યાર્ન, ફ્રુડ ઓઇલની કિંમતમાં સતત વધારો અને તેની સામે માંગમાં સતત ઘટાડો થયો છે તેને લઈને મિલોની દુર્દશા થઈ છે.

છેલ્લા ઘણા સમયથી સુરત ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ હાઉસ એટલે કાપડ મિલો કોલસાના ભાવને કારણે પરેશાન હતી જેને લઈને પહેલેથી જ અમુક મિલો દ્વારા કામગીરી ઓછી કરી દીધી હતી. ત્યાર બાદ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુધ્ધને કારણે પણ ક્રુડ ઓઇલ સહિત વિદેશથી આવતા કેમિકલ અને રો મટીરીયલ કિંમતમાં પણ વધારો થયો હતો. જેને કારણે મિલોમાં જોબ વર્ક મોંઘું થયું હતું પરંતુ કાપડ માર્કેટમાં હાલમાં ડિમાન્ડ નથી. જેને લઇને મિલોને કારીગરોનો પગાર કાઢવામાં પણ તકલીફ પડી રહી છે. કાપડ માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર પાછલા ત્રણ મહિનામાં પાંડેસરા, સિંચન અને કડોદરા મળીને 15 જેટલી મિલોની હાલત કફોડી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

જયારે તેની સામે બીજી નવ જેટલી મિલોએ થોડા સમય માંટે પોતાની કામગીરી બંધ કરી રહી હોવાની માહિતી જીપીસીબી અને મનપાના પાણી વિભાગને આપી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિ અંગે કોઇ સ્પષ્ટ વાત કરી રહ્યું નથી. મિલ એસોસિએશન પણ એજ કહે છે કે હાલમાં મંદી અને મિટિરિયલના ભાવ વધતા મિલોની હાલત ખરાબ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

મહિને 10 લાખથી વધુના નુકશાનનો અંદાજ

સુરત શહેરમાં 350ની આસપાસ મિલો આવેલા છે જેમાંથી ગણતરીની મિલો પાસે હાલમાં પૂરતું કામ છે જ્યારે બાકીની મિલો પાસે કામપણ નથી જેથી જે મિલો અત્યારે કામની આશા અને કારીગરોને સાચવવા માટે ચાલી રહી છે તેમને મહિને 10 લાખથી વધુનું નુકશાન થતું હોવાનો અંદાજ છે.

દિવાળી અને રક્ષાબંઘનમાં ધંધાની આશા

પાંડેસરા મિલ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર હાલમાં જે મિલો કાર્યરત છે તે મિલો ને આશા છે કે આગામી સમયમાં બે મોટા તહેવાર આવી રહ્યા છે જેમાંથી એક તહેવાર છે રક્ષાબંધન અને બીજો દિવાળી. આ તહેવારોના દિવસોમાં સાડીની ડિમાન્ડ સારી હોઇ છે જેથી મિલોને પણ આ સમયમાં સારી ઘરાકી નીકળવાની આશા છે.

સપ્તાહમાં માત્ર 4 દિવસ કામ

હાલમાં મોટાભાગની મિલોએ પોતાના એકમોમાં કામગીરી ઓછી કરી નાખી છે, હાલમાં મોટાભાગની મિલો દ્વારા સપ્તાહમાં 4 દિવસજ કામ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ દિવસ રજા રાખવામાં આવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">