Gujarati Video: વડોદરાના KPG યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો, હોસ્ટેલમાં તમામ પુરુષ કર્મીઓ રખાતા વિરોધ

TV9 GUJARATI

|

Updated on: Mar 13, 2023 | 10:51 PM

વડોદરાના વરણામાની KPG યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. ભોજન-પાણીની અસુવિધા તેમજ સુરક્ષાને લઈને હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીના તંત્ર સામે નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. 150થી વધુ વિદ્યાર્થિનીઓએ યુનિ.ના તંત્ર સામે આક્રોષ ઠાલવતા કહ્યું કે, ગર્લ્સ હોસ્ટેલમાં તમામ પુરુષ કર્મીઓ જ રખાયા છે.

વડોદરાના વરણામાની KPG યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. ભોજન-પાણીની અસુવિધા તેમજ સુરક્ષાને લઈને હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીના તંત્ર સામે નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો. 150થી વધુ વિદ્યાર્થિનીઓએ યુનિ.ના તંત્ર સામે આક્રોષ ઠાલવતા કહ્યું કે, ગર્લ્સ હોસ્ટેલમાં તમામ પુરુષ કર્મીઓ જ રખાયા છે. અહીં ખુલ્લામાં રાખેલું ભોજન હાનીકારક હોવા છતા આપવામાં આવે છે. મસમોટી ફી વસુલતા હોવા છતા વિદ્યાર્થિનીઓને અસુવિધાનો સામનો કરવો પડે છે.

MS યુનિવર્સિટીના 300 વિદ્યાર્થીઓને મળી વચગાળાની રાહત

આ ઉપરાંત, આજે વડોદરાની M.S યુનિવર્સિટીમાં 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવી પર સંકટ તોળાઈ રહ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને રાહત મળી શક્શે. વિગતવાર વાત કરીએ તો 300થી વધુ વિદ્યાર્થીઓએ માઈગ્રેશન સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ જમા નહોંતા કરાવ્યા જેના પગલે વિદ્યાર્થીઓના પરીક્ષાના સીટ નંબર જનરેટ ન થયા.જો કે યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકે તે માટે વચગાળાની રાહત આપી છે.

યુનિવર્સિટીએ 4 માર્ચ સુધીમાં બાકી રહેતા ડોક્યુમેન્ટ જમા કરવાનું કહ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓએ વાત ગંભીરતાથી નહોંતી લીધી જેના પગલે સીટ નંબર જનરેટ ન થયા પરંતુ ABVP દ્વારા વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી જેમાં વચગાળાનો રસ્તો શોધાયો છે. વિદ્યાર્થીઓ 27 માર્ચે એડિશનલ પરીક્ષામાં બેસી શક્શે પરંતુ તે પહેલા તેઓએ બાકી રહેતા ડોક્યુમેન્ટ જમા કરાવા પડશે.

યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સોમવાર તારીખ 13 માર્ચથી એફવાય, એસવાય, ટીવાય અને એમએની ઇન્ટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં એફવાય બીએના 1500માંથી 500 વિદ્યાર્થીઓ એવા છે કે જેના બેઠક નંબર હજુ સુધી જનરેટ થયા નથી, જેના કારણે આ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.

 

આ પણ વાંચો : Ahmedabad પોલીસે 17 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો, ભાંભોર ગેંગના બે સાગરિતની ધરપકડ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati