AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડાયમંડ સિટી સુરતને મળશે થીમ-આધારિત મેટ્રો, અનોખા એન્જિનિયરિંગ અને વારસાનું સંગમ

સુરત મેટ્રોના કોચનું ડાયમંડ કટ થીમ આધારિત ઇન્ટિરિયર મુસાફરોને ડાયમંડ સિટીનો અનુભવ કરાવશે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણ અને વારસાનું પણ ધ્યાન રખાયું છે, જેમ કે 700 વર્ષ જૂના ચોર આંબલી વૃક્ષને બચાવવા માટે અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું.

Breaking News : ડાયમંડ સિટી સુરતને મળશે થીમ-આધારિત મેટ્રો, અનોખા એન્જિનિયરિંગ અને વારસાનું સંગમ
| Updated on: Oct 07, 2026 | 8:38 AM
Share

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને હવે મેટ્રોની કોચના ઇન્ટિરિયરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ઇન્ટિરિયરમાં ડાયમંડ સિટી સુરતની ઓળખને ધ્યાનમાં રાખીને ખાસ ડાયમંડ કટ થીમ તૈયાર કરવામાં આવી છે. ટ્રેનની અંદર પ્રવેશતા જ મુસાફરોને હીરા નગરીનો વિશેષ અનુભવ થાય તેવી રીતે આ ડિઝાઇન કંડારવામાં આવી છે. સીલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સ અને ડાયમંડ ફેસેટ્સની કલાત્મક ડિઝાઇન જોવા મળે છે, જે સુરતને દેશની અનોખી થીમ-આધારિત મેટ્રો તરીકે નવી ઓળખ અપાવશે.

મેટ્રો પ્રોજેક્ટ માત્ર આધુનિક એન્જિનિયરિંગ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં પર્યાવરણ અને સુરતના સમૃદ્ધ વારસાનું પણ ધ્યાન રખાયું છે. અડાજણ ગામ ખાતે મેટ્રો રૂટમાં આવતા 700 વર્ષથી પણ વધુ જૂના ચોર આંબલી વૃક્ષને કાપવાના બદલે, વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી મેટ્રોનું સંપૂર્ણ અલાઈનમેન્ટ બદલી નાખવાનો નિર્ણય લીધો, જેથી આ વારસાગત વૃક્ષ બચી શકે.

આ ઉપરાંત, પ્રોજેક્ટમાં અનેક અનોખા એન્જિનિયરિંગ કાર્યો પણ સામેલ છે. મસ્કતી હોસ્પિટલ અને લાબેશ્વર વિસ્તારમાં જમીનથી આશરે 110 ફૂટ ઊંડે દેશનું સર્વપ્રથમ બે માળનું સ્ટેક્ડ સ્ટેશન નિર્માણ કરવામાં આવ્યું છે. ખજોદ ખાતે 20 હેક્ટર વિસ્તારમાં અત્યાધુનિક ઇકો-ફ્રેન્ડલી ડ્રીમ સિટી ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે. સારોલી નજીક 85 મીટરનો વિશાળ સ્ટીલ ગર્ડર પણ સફળતાપૂર્વક લોન્ચ કરાયો છે. સુરત મેટ્રો આધુનિકતા, શહેરની ઓળખ અને પર્યાવરણીય સંરક્ષણનો અનોખો સમન્વય રજૂ કરે છે.

અમદાવાદમાં નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ

Follow Us
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">