AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: દક્ષિણ ગુજરાતમાં 26 ગુનાઓને અંજામ આપનાર 8 વર્ષથી ફરાર ચીકલીગર ગેંગનો સભ્ય ઝડપાયો

સુરત પીસીબીને મળેલી સચોટ બાતમીના આધારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં રાજબીરસિંઘ જ જણાઈ આવેલ તેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે આચરેલ ગુનાઓ અંગે કબૂલાત કરી હતી અને આ ગુનાઓ આચરવામાં તેને કોણ સાથ આપતું હતું અને કઈ રીતે ગુનાઓને અંજામ આપતો હતો

Surat: દક્ષિણ ગુજરાતમાં 26 ગુનાઓને અંજામ આપનાર 8 વર્ષથી ફરાર ચીકલીગર ગેંગનો સભ્ય ઝડપાયો
Surat Police Arrest Accused Of Chikligar Gang
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 06, 2022 | 6:02 PM
Share

સુરત (Surat) શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન સહિત જિલ્લામાં ઉપરાંત નવસારી વિસ્તારમાં ઘરફોડ તેમજ વાહનચોરી સહિત ગુનાઓ આચરનાર અને પોલીસ ચોપડે 26 જેટલા ગંભીર ગુનાઓ માં વોન્ટેડ એવા ચીકલીગર ગેંગના(Chikligar Gang) મુખ્ય સભ્ય રાજબીરસિંગ ટાંકને સુરત શહેર પીસીબીએ ઝડપી પાડ્યો છે. રાજબીર સિંગ દક્ષિણ ગુજરાતની કુખ્યાત એવી ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તે વર્ષ 2014થી નાસ્તો ફરતો હતો.સુરત શહેર પીસીબી પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમ્યાન ગત રાત્રીના શહેર ભેસ્તાન ચાર રસ્તા ખાતે સુરત શહેરની પીસીબીના પીઆઇ એસ જે ભાટિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીરસિંઘ ભેસ્તાન ખાતે આવેલ તેના ઘરની સામે ઉભેલ છે.

આચરેલ ગુનાઓ અંગે કબૂલાત કરી હતી

પીસીબીને મળેલી સચોટ બાતમીના આધારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં રાજબીરસિંઘ જ જણાઈ આવેલ તેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે આચરેલ ગુનાઓ અંગે કબૂલાત કરી હતી અને આ ગુનાઓ આચરવામાં તેને કોણ સાથ આપતું હતું અને કઈ રીતે ગુનાઓને અંજામ આપતો હતો તે તમામ બાબત પોલીસને જણાવેલ હતી.

સુરત ડીસીબી પોલીસના માણસો ઉપર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો

રાજબીરસિંઘ રીઢો આરોપી છે અને તે તેના સસરા સાથે મળી ને ગુનાઓને અંજામ આપતો હતો. ગુનો કરવા માટે તેઓ પ્રથમ મોટરસાયકલની ચોરી કરતાં હતા અને તે જ મોટરસાયકલનો ઉપયોગ તેઓ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતા હતાં. આ બંને જણા એ મળી ને તેમના અન્ય સાગરીતો સાથે શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ જિલ્લા અને નવસારીમાં કુલ 14 ઘરફોડ, વાહનચોરીના 11 ગુનાઓ આચરેલ હતાં તેમજ વર્ષ 2019 દરમ્યાન સુરત ડીસીબી પોલીસના માણસો ઉપર જીવલેણ હુમલો કરી ભાગી ગયેલ હતો. આમ કુલ 26 ગુનાઓમાં વોન્ટેડ હતો જેને હાલ સુરત પીસીબીએ દબોચી લીધો છે.

હાલ તો સુરત શહેર પીસીબીએ આ વોન્ટેડ આરોપીને ઝડપી ને હજુ વધુ ગુનાઓ ડિટેક્ટ કરવા આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ માં હજુ વધુ કેટલાં ગુનાઓની કબૂલાત આ રીઢા આરોપી દ્વારા કરવામાં આવશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં મળશે નવો રન-વે, નવો રનવે મળતા પહેલાની જેમ હવાઈ મુસાફરી પૂર્વવત થશે

આ પણ વાંચો : રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
g clip-path="url(#clip0_868_265)">