Surat : ડિજિટલાઇઝેશનના જમાનામાં પણ લોકો ઓનલાઈન નહિ લાઈનમાં ઉભા રહેવા મજબુર, ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા લાંબી કતાર
હાલમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની કામગીરીને પગલે નોન ક્રીમિલેયરના દાખલા માટે વહેલી સવારથી ઉમટી પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .
Surat : રાજ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષાને પગલે વધુ એક વખત ઉમેદવારો નોન- ક્રીમિલેયરના સર્ટિફિકેટ (Non Criminal Certificate) માટે લાંબી કતારોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે . એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને આજે પણ ફોર્મ મેળવવા માટે લાંબી લાંબી લાઈનોમાં (line) ઉભા રહેવું પડે છે, એ હકીકત છે.
સુરતમાં જુની બહુમાળી ભવન ખાતે આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોન ક્રિમીલેયરના દાખલા માટે કતારબદ્ધ નજરે પડ્યા હતા .
હાલમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની કામગીરીને પગલે નોન ક્રીમિલેયરના દાખલા માટે વહેલી સવારથી ઉમટી પડતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .
કો૨ોનાની ગાઈડ લાઈનને પગલે કચેરી દ્વારા સવારે 10.30 સુધી ટોકન આપવામાં આવે છે . જેને પગલે એક સર્ટિફિકેટ માટે અરજદારોએ બે થી ત્રણ દિવસ સુધી ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે .
આ સિવાય ટોકન મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવા માટે સાંજે 4.30 થી 5.30 કલાકનો સમય નક્કી કરવામાં આવતાં અરજદારોનો આખો દિવસ વેડફાઈ રહ્યો છે .
આજે સવારથી લાઈનમાં ઉભેલા લોકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે , સર્ટિફિકેટ માટે પડી રહેલી હાલાકીને દુર કરવા માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી . જો ટોકન મેળવવા માટેના સમયમાં અને ટોકનની સંખ્યામાં વધારો કરવામાં આવે તો રોજેરોજ ક્લાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી સેંકડો વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે .
આ પણ વાંચો : UP Election 2022: મુરાદાબાદ પહોંચેલા રાજનાથ સિંહે સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, સપાની હાલતને ગણાવી દયનીય