AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: મુરાદાબાદ પહોંચેલા રાજનાથ સિંહે સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, સપાની હાલતને ગણાવી દયનીય

રાજનાથ સિંહે સપા પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે સીધું કહ્યું કે SP-BSP ગુંડાઓની પાર્ટી છે, તેમના મોટા ભાગના નેતાઓ વિરુદ્ધ કેસ નોંધાયેલા છે.

UP Election 2022: મુરાદાબાદ પહોંચેલા રાજનાથ સિંહે સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, સપાની હાલતને ગણાવી દયનીય
Defense Minister Rajnath Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 9:31 PM
Share

UP Election 2022: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) માટે આજે ગુરુવારે મુરાદાબાદ (Moradabad) જિલ્લામાં ભાજપના ઉમેદવાર રાજેશ કુમાર ચુન્નુ (Rajeshkumar Chunnu) ના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) કાર્યક્રમમાં ભાગ લેવા માટે કાઠ વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે સપાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. સપા પર કટાક્ષ કરતા ભાજપના નેતાએ કહ્યું કે જેમ ડૂબતો માણસ તણખલું શોધે તેવી હાલત સપા (SP) ની છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં સપા પણ સંપૂર્ણપણે ડૂબી જવાની છે, તેથી તેઓએ લાલ પોટલીનો સહારો લીધો છે.

મુરાદાબાદની ધરતી પરથી રાજનાથ સિંહે બીજેપીના સમર્થનમાં નારો આપ્યો અને કહ્યું, ‘જ્યારે હશે કાયદાનું શાસન ત્યારે થશે વિકાસ યોગાસન’. ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનાથ સિંહે ફરી એકવાર મુરાદાબાદની ધરતી પરથી લદ્દાખમાં સેનાની બહાદુરીને પણ યાદ કરી.

‘SP-BSP ગુંડાઓની પાર્ટી’

રાજનાથ સિંહે SP પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે સીધું કહ્યું કે સપા-બસપા ગુંડાઓની પાર્ટી છે. ભાજપના નેતાએ કહ્યું કે તેમના મોટાભાગના નેતાઓ પર કેસ નોંધાયેલા છે, સપાના મોટા નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જેલમાં છે. સીએમ યોગી (CM Yogi) ના વખાણ કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે તેમણે ગુંડાઓ પર બુલડોઝર ચલાવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારમાં કોઈ પણ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકે નહીં.

‘રાહુલ ગાંધી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે’

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે તેઓ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારની ખોટી નીતિના કારણે પાકિસ્તાન અને ચીન મિત્ર બની ગયા છે. તેમના આ નિવેદન પર રાજનાથ સિંહે પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીને જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે જવાહરલાલ નેહરુ દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે જમ્મુ-કાશ્મીરની એક ખીણ પાકિસ્તાનને આપી દીધી હતી.

અખિલેશ યાદવ પર રાજનાથ સિંહનો પ્રહાર

આપને જણાવી દઈએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે મુરાદાબાદમાં કંઠ વિધાનસભાથી બીજેપી ઉમેદવાર રાજેશ કુમાર ચુન્નુ માટે જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સમાજવાદી પાર્ટીની લાલ ટોપી માટે અખિલેશ યાદવની પણ ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચો: UP Election 2022: અખિલેશ યાદવે સીએમ યોગીની ભાષા પર વાંધો ઉઠાવ્યો, ચૂંટણી પંચને પત્ર લખી કરી આ માગ

આ પણ વાંચો: UP Election 2022 : ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહેલા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ફાયરિંગ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">