Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ
છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે.
Surat: દેશભરની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી. તે દરમિયાન દેશની સૌથી મોટી યાત્રા અમરનાથ યાત્રા (Amarnath Yatra)છેલ્લા બે વર્ષથી બંધ હતી. ત્યારે કોરોનાની મહામારી થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રામાં જવા માગતા છે તેવા યાત્રાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની (Fitness certificate)જરૂર પડતી હોય છે. તે સર્ટીફીકેટ લોકોને સરળતાથી મળી જાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને વહેલી સવારથી બારી ઉપર લોકોની લાંબી લાઈનો લાગી છે.
દેશની સૌથી મોટી યાત્રાનું ધામ અને આસ્થાનું કેન્દ્ર એવો અમરનાથ યાત્રા જા દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો શ્રદ્ધાપૂર્વક અમરનાથ યાત્રા કરતા હોય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. જેથી શ્રદ્ધાળુઓમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે બે વર્ષના લાંબાગાળા બાદ અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડવા માગી રહ્યા છે.
ત્યારે મહત્વનું એ છે કે આ યાત્રાની અંદર જોડાવા માગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી હોય છે. અને આ આ ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતું હોય છે. જ્યારે સુરત શહેરમાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કારણકે યાત્રામાં જવા માગતા શ્રદ્ધા અને સરળતાથી સર્ટિફિકેટ મળી રહે અને કોઇ અગવડ ઊભી ન થાય તે માટે બે અલગ અલગ બારીયો ખોલવામાં આવી છે. અને લોકોને ડોક્યુમેન્ટ ભેગા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તેમનું મેડિકલ ચેક કર્યા બાદ આ સર્ટિફિકેટ આપવાનું છે કામગીરી છે તે આજથી શરૂ કરવામાં આવી છે. સુરતથી વાત કરી તો સુરતની અંદર અંદાજિત દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ આ અમરનાથ યાત્રામાં ભાગ લેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ યાત્રા બંધ હતી તો આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :