AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે

ઉકાઈ ડેમની સવારે 10 વાગ્યાની સપાટી પર નજર કરીએ તો 342.69 ફૂટ નોંધાઈ હતી. જેમાં પાણીની આવક 1,22,228 ક્યુસેક નોંધાઈ હતી. જયારે ડેમમાંથી એક લાખ કરતા પણ ઓછું એટલે કે 69,844 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે.

Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 12:53 PM
Share

સુરત શહેરના (Surat City ) લોકોના ધબકારા વધારી દેનાર ઉકાઈ ડેમના (Ukai Dam ) ઉપરવાસમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઇના ઉપરવાસમાં ઉઘાડ નીકળવાની સાથે સાથે ડેમમાંથી તાપી નદીમાં પાણી ચોદવાનું પ્રમાણ ગઈકાલની સરખામણીમાં અધૂ કરીને એક લાખ ક્યુસેક કરતા પણ ઓછું કરી દેવામાં આવતા શહેરીજનો સહીત વહીવટી તંત્રને મોટી રાહત થઇ છે. 

દર વર્ષે ઉકાઈ ડેમ ચોમાસામાં સુરતીઓના જીવ અઘ્ધર કરી છે. કારણ કે ઉકાઈ ડેમમાંથી જયારે પણ તાપી છોડવામાં આવે છે. ત્યારે ધસમસતા પાણી ક્યારેક પૂર લાવે છે તો ક્યારેક તાપી કાંઠે ઓછા વત્તા અંશે વિનાશ પણ લાવે છે . જેના કારણે સુરતીઓ ઉકાઈ ડેમના ઉપરવાસની ચહલ પહલ પર સતત વોચ રાખીને બેસતા હોય છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગુલાબ વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર મોટાપાયે વરસાદ વરસતો હતો. જેના પગલે સતત સાત દિવસથી ડેમમાંથી સુરતની તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું. છેલ્લા બે દિવસ ઉકાઈ ડેમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર માટે ભયાનક રીતે પસાર થયા હતા. પરંતુ હવે ડેમમાં રાહત રહેતા પાણીની આવક ઘટવા સાથે વીતેલા ચોવીસ કલાકમાં 538.65 એમસીએમ પાણી તાપી નદીમાં ઠાલવી દેવામાં આવ્યું હતું.

ડેમમાં હાજી પણ ચારસો એમસીએમ જેટલું પાણી આવે તેવો અંદાજ છે. જેથી હજી પણ બે ચાર દિવસ સુધી પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવશે. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે કોઝવે ઓવર ફલો થયો છે. તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે. તાપીનો આ નજારો જોવા માટે સુરતીઓએ પણ રીતસરનો ધસારો કર્યો હતો.

ઉકાઈ ડેમની સવારે 10 વાગ્યાની સપાટી પર નજર કરીએ તો 342.69 ફૂટ નોંધાઈ હતી. જેમાં પાણીની આવક 1,22,228 ક્યુસેક નોંધાઈ હતી. જયારે ડેમમાંથી એક લાખ કરતા પણ ઓછું એટલે કે 69,844 ક્યુસેક જેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટીમાં પણ 2 મીટર જેટલો ઘટાડો નોંધાયો છે. હાલ કોઝવેની સપાટી 7.78 મીટર જેટલી નોંધાઈ છે.

આમ, ડેમમાંથી હવે તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરાતા શહેરીજનો ની સાથે સાથે સુરત જિલ્લા વહીવટીતંત્રને પણ મોટો હાશકારો થયો છે.

આ પણ વાંચો : Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત

આ પણ વાંચો : Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

Follow Us
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા બંદર પહોંચ્યું
g clip-path="url(#clip0_868_265)">