Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત
જેમાં મેટ્રોના સ્ટેશન માટે જરૂરી એવા ચોક બજાર સ્થિત એસબીઆઈ બેન્કનું સ્થળાન્તર કરવાની ફરજ પડશે. જયારે મહિધરપુરા પોલીસ સ્ટેશનને પણ કામચલાઉ ધોરણે સિનેમા રોડ ખાતે ખસેવામાં આવશે.
વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમા અગ્રેસર સુરત(Surat ) શહેરમાં 12 હજાર કરોડના ખર્ચે આકાર લઇ રહેલા મેટ્રો રેલની(Metro Rail ) કામગીરીને પૂર્ણ કરવા માટે ઝડપી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જે અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્સીક્યુટીવ ડિરેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ બાબતે જરૂરી જમીનો સંબંધિત વિભાગોના અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેટ્રોના સ્ટેશન માટે જરૂરી એવા ચોકબજાર સ્થિત એસબીઆઈ બેન્કનું સ્થળાન્તર કરવાની ફરજ પડશે. જયારે મહિધરપુરા પોલીસ સ્ટેશનને પણ કામચલાઉ ધોરણે સિનેમા રોડ ખાતે ખસેવામાં આવશે. આ બેઠકમાં મેટ્રો રેલના પ્રથમ ફેઇઝ પૈકી કાદરશાની નાળથી ડ્રિમ સીટી સુધીના એલિવેટેડ રૂટના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને વહેલી તકે પૂરો કરવા માટે આયોજિત બેઠક ચોકબજાર સ્થિત એસબીઆઈ બેકનું સ્થળાંતર કરી ત્યાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશનનું પણ સ્થળાન્તર કરવામાં આવશે. આ બંને ઇમારતોના સ્થળાન્તર માટેની જમીન અને નિર્માણનો ખર્ચ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવશે.
આ ઉપરાંત પાલિકા કમિશનર બંછાનીધી પાની અને મેટ્રોના અધિકારીઓએ મેટ્રો રેલના સરથાણાથી કાદરશાની નાળ સુધીના રૂટમાં આવતી મિલ્કતોના સ્થળાન્તર માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મેટ્રોના ચોક બજાર સ્ટેશનનો રેમ્પ એસબીઆઈ બેંકથી રંગ ઉપવન થઇ ગાંધીબાગ સુધીના વિસ્તારમાં સાકાર કરવામાં આવશે. જેથી ઐતિહાસિક કહી શકાય એવા ગાંધીબાગનો હિસ્સો પણ કપાતમાં જશે. આ ઉપરાંત કાપોદ્રા ખાતે આવેલ ડીજીવીસીએલની જમીન પણ સંપાદિત કરવાની હોવાથી અધિકારીઓએ ત્યાં પણ મુલાકાત લીધી હતી.
આમ, આ પ્રોજેક્ટ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. જેમાં 70 પાઈલોનું કામ હાલ કાર્યરત છે. અને 38 સ્ટેશનો પૈકીના 17 સ્ટેશનની જમીન સંબંધિત બાબતોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે હવે દર અઠવાડિયે મેટ્રો રેલની મિટિંગ બોલાવવામાં આવશે. જેમાં પ્રોજેક્ટને સબનધિત સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવામાં આવશે. અને વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાના આયોજન ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવશે
આ પણ વાંચો : Surat : સુરતના વૃદ્ધ દંપતીની અનોખી સેવા, 250 બાળકોને રોજ હાથેથી બનાવેલું ભોજન પીરસે છે
આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કોલેજોને હવે પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઇન મોકલશે