Surat : AAPના અસ્તિત્વને બચાવવા ઉભો થયો પડકાર, કેજરીવાલ અને સીસોદીયા સુરતમાં ધામા નાંખશે
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા, આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો હતો. સુરતે જ AAP માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આશા જગાવી હતી.

AAP અસ્તિત્વ બચાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા 5 રાજ્યોની ચૂંટણી (Election ) પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ધામાં નાંખશે. સુરતમાં(Surat ) મહેશ સવાણીના રાજીનામાથી મોટો ફટકો પડ્યો હતો, ત્યારબાદ 6 કાઉન્સિલરો પણ પાર્ટી છોડી ગયા હતા.ગત મહિને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું(Resign ) આપી દીધું હતું. આનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
કોઈ પણ મુદ્દા પર પક્ષના કોઈ નેતા સાથે તેમનો કોઈ અણબનાવ નહોતો. કોઈ ઝઘડો ચાલતો ન હતો. રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની પણ ચર્ચા હતી, પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી હતી. AAPના કાર્યકર્તાઓએ તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પાછા ફરવાનો ઇન્કાર કરી દીધો હતો.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા, આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો હતો. સુરતે જ AAP માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આશા જગાવી હતી. જો કે, વર્ષ 2022 ની શરૂઆતમાં, સુરત સહિત રાજ્યભરમાં આપને ઘણા આંચકાઓ જોવા પડ્યા હતા. પહેલા મહેશ સવાણીએ પાર્ટી છોડી. જે બાદ છ કાઉન્સિલરો ભાજપમાં ગયા હતા.
મહાનગરપાલિકામાં પણ તેઓ ઘણા મુદ્દાઓ પર લડત આપવા સફળ થઇ શક્યા નથી. હાલમાં પણ અનેક કાઉન્સિલરો ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટી પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે સખત પ્રયાસ કરી રહી છે. AAPનું કહેવું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરશે. ડેમેજ કંટ્રોલ કરી રહેલા AAPના કાઉન્સિલર ધર્મેશ ભંડેરી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે
તેઓ કહે છે કે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. AAP નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ વ્યસ્ત છે. 10 માર્ચે ચૂંટણી પૂર્ણ થશે. જે બાદ અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા સુધીના તમામ મોટા નેતાઓ સુરત આવશે.
ગુજરાત ચૂંટણી પહેલા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરશે અને પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી માટે બેઠકો અનુસાર પ્રભારીઓની નિમણૂક શરૂ થઈ ગઈ છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી માટે અમે અમારી રણનીતિ બનાવી રહ્યા છીએ. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 10 માર્ચે પૂરી થશે. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા ટોચના નેતાઓ સુરતમાં ધામા નાખશે અને ચૂંટણી પ્રચાર શરૂ કરશે.
આ પણ વાંચો :