સુરત : એક મહિલા રીક્ષામાં દાગીના ભરેલી બેગ ભુલી જતા રીક્ષા ચાલક બેગ લઈ થઈ ગયો ગાયબ
સૌરાષ્ટ્રથી ગીતાબેન ગૌસ્વામી જે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અને પ્રસંગ પતાવીને પરત સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા. જેમાં ધારુકા કોલેજથી શ્યામધામ મંદિર પાસે રીક્ષા મારફતે પહોંચ્યા હતા. જેમની પાસે ચાર જેટલા સામાનના થેલા હતા.

સૌરાષ્ટ્રથી સુરત આવેલ એક મહિલા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વખતે સોનાના દાગીના ભરેલી બેગ રીક્ષામાંથી ઉતરતી વખતે રીક્ષા ચાલક (Rickshaw driver)બેગ લઈને ફરાર થઈ ગયો હતો. જેને લઈને સુરતની સરથાણા પોલીસે (Sarthana Police)તાત્કાલિક ગુનો નોંધીને રીક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે રાજસ્થાન ખાતેથી સોનાના દાગીનાનો (Gold jewelry) મુદ્દામાલ રિકવર કર્યો હતો. અને ફરિયાદને પરત સોંપ્યો હતો.
સુરત શહેર એટલે સોનાની મુરત કહેવાય છે. અહીં એવા લોકો પણ વસે છે જે ગમે તેટલી કિંમતી વસ્તુ કે સામાન ગાડી કે રીક્ષામાં રહી જાય તો ઈમાનદારીથી જે-તે વ્યક્તિને પરત કરવા માટે પ્રયાસો કરતા હોય છે. પણ અહીં લાલચમાં આવી એક રિક્ષાચાલકે ઇમાનદારીને નેવે મુકી હતી.
આ ઘટનામાં સૌરાષ્ટ્રથી ગીતાબેન ગૌસ્વામી જે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. અને પ્રસંગ પતાવીને પરત સૌરાષ્ટ્ર જવા નીકળ્યા હતા. જેમાં ધારુકા કોલેજથી શ્યામધામ મંદિર પાસે રીક્ષા મારફતે પહોંચ્યા હતા. જેમની પાસે ચાર જેટલા સામાનના થેલા હતા. એમાં પણ એક એક કરીને થેલા રીક્ષામાંથી ઉતારતી વખતે સોનાના દાગીના ભરેલ થેલો રિક્ષામાં હતો. તે સમયે રીક્ષા ચાલકે બદઈરાદો પૂરો પાડવા રીક્ષા લઈને ભાગી છૂટ્યો હતો. જેને લઈને મહિલાએ તેના જમાઈને જાણ કરી હતી.
જે બાબતે બંને સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને અરજી લખાવી હતી. જેમાં સોનાનો હાર, ચાંદીનો જુડો, ચાંદીના છડા, સોનાની કાનની બુટ્ટી સોનાનો માથાનો ટીકો, સોનાનું મંગળસૂત્ર જેની કિંમત 4.53 લાખ જેટલી થાય છે. જે અનુસંધાને સરથાણા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.ત્યારે એ ડીઝીવનના એસીપી સી.કે. પટેલ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ આ બાબતે તપાસ કરવા માટે પીઆઇ ગુર્જરને કહેતા ડી સ્ટાફના માણસોએ તપાસ કરી.
જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી રીક્ષા ચાલક રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. જ્યાં રાજસ્થાન પોલીસને સાથે રાખીને આરોપીની શોધખોળ હાથ ધરતા આરોપીના અન્ય સગા મળી આવ્યા હતા. અને તપાસ બાદ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે આરોપી મળી ન આવતા મુદ્દામાલ સુરત લાવીને સરથાણા પોલીસ મથક લાવીને ફરિયાદી મહિલાને પરત આપવામાં આવ્યો હતો. અને સમગ્ર ઘટનામાં આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મહત્વનું અને અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પણ રીક્ષા ચાલક જો તેની ઈમાનદારી બતાવી હોત તો તે આજે ઈમાનદારીનું ઇનામ પણ મળ્યું હોત. સુરતમાં અગાઉ અનેક ઈમાનદારીની ઘટના સામે આવી ચૂકી છે .જેમાં સુરતના હીરા બજારમાં લાખોની કિંમતના હીરા ભરેલું પેકેટ પડી જતા જે વ્યક્તિને મળતા તે વ્યક્તિ 10 દિવસની મહેનત બાદ જે તે વ્યક્તિને શોધીને પરત કર્યું હોય, એટલે કહેવત છે કે આ દુનિયામાં હજુ પણ ઇન્સાનિયત જોવા પણ મળે છે ત્યારે સિક્કાની બીજી બાજુ પણ હોય છે તે આ રીક્ષા ચાલકના કિસ્સામાં જોવા મળે છે.
આ પણ વાંચો : ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”
આ પણ વાંચો : Surat : યુક્રેનમાં ફસાયેલ 6 વિદ્યાર્થીઓ પરત આવતા વાલીઓના આંખમાં આંસુ, વિદ્યાર્થીઓનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કરાયું