Surat : કડોદરા GIDC પોલીસે અંત્રોલી ગામમાંથી દારુની હેરાફેરી ઝડપી, રુપિયા 21.21 લાખનો મુદ્દામાલ જપ્ત
Surat News : કડોદરા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં આવેલી અવાવરું જગ્યામાં માથાભારે લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડાએ વિદેશી દારૂનો જત્થો મગાવ્યો છે અને ત્યાંથી હેરાફેરી થઇ રહી છે.

સુરત જિલ્લાના અંત્રોલી ગામની સીમમાં લીસ્ટેડ બુટલેગર તેના સાગરીતો દારૂની હેરાફેરી કરે તે પહેલા જ કડોદરા જીઆઈડીસી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 15.91 લાખની કિમતનો દારૂ, એક કાર, એક બાઈક મળી કુલ 21.21 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે આ ઘટનામાં લીસ્ટેડ બુટલેગર સહીત 6 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Breaking News: ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર છોડ્યું રોકેટ, ઘટનામાં 10 લોકોના મોત
સાગરીતો અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા
કડોદરા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં આવેલી અવાવરું જગ્યામાં માથાભારે લીસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડાએ વિદેશી દારૂનો જત્થો મગાવ્યો છે અને ત્યાંથી હેરાફેરી થઇ રહી છે. બાતમીના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે અહી દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાના પગલે લીસ્ટેડ બુટલેગર અને તેના સાગરીતો અંધારાનો અને કાચા સિંગલ રસ્તાનો લાભ લઇ કારમાં બેસી ફરાર થઇ ગયા હતા.
15.91 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત
પોલીસે સ્થળ પરથી 15.91 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, 5 લાખની કિંમતની એક કાર તેમજ 30 હજારની કિંમતની એક બાઈક મળી કુલ 21.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં લીસ્ટેડ બુટલેગર ઈશ્વર રમેશભાઈ વાંસફોડા ઉપરાંત પ્રકાશ રમેશભાઈ વાંસફોડા, કાર્તિક નટવરભાઈ વાંસફોડા, રોહિત દિનેશભાઈ વાંસફોડા, પ્રવીણ સોમાભાઈ વાંસફોડા અને સદામ નિઝામ શેખને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારીની પત્ની સાથે છેતરપિંડી કરનાર જયપુરથી ઝડપાયો
બીજી તરફ સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા કોસ્મેટીક પ્રોડક્ટના વેપારીની પત્ની સાથે છેતરપિંડી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. વેપારીની પત્ની પાસેથી ટુકડે-ટુકડે 17.11 લાખ રૂપિયા પડાવી લેનાર 43 વર્ષીય લલીતકુમાર નામના શખ્સને સાઈબર ક્રાઈમે જયપુરથી ઝડપી પાડ્યો છે…જ્યારે તેની પત્ની અને દીકરો ફરાર છે.. આરોપી લલીતકુમારે વેપારીની પત્નીના ટેલિગ્રામ એકાઉન્ટમાં રિક્વેસ્ટ મોકલાવી હતી. અને હોટલના રિવ્યૂ આપીને ઘરે બેઠા કમાવાની લાલચ આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…