AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં એક જ દિવસમાં ચાર વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો

સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવો સામે આવ્યા છે. યોગ્ય કામ નહીં મળતા ટેન્શનમાં આવીને પાંડેસરા અને સલાબતપુરામાં યુવાન તથા લિંબાયતમાં બિમારીના કારણે યુવાને આપઘાત કર્યો હતો. સરથાણામાં વૃધ્ધે આત્મહત્યા કરી હતી.

સુરતમાં એક જ દિવસમાં ચાર વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો
Baldev Suthar
| Edited By: | Updated on: May 08, 2023 | 10:11 PM
Share

સુરતમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવો સામે આવ્યા છે. યોગ્ય કામ નહીં મળતા ટેન્શનમાં આવીને પાંડેસરા અને સલાબતપુરામાં યુવાને આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. તથા લિંબાયતમાં બિમારીના કારણે યુવાને આપઘાત કર્યો બીજી તરફ સરથાણામાં વૃધ્ધે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે જેમાં સુરત જીલ્લામાં એક જ દિવસમાં 4 જેટલી આપઘાતની ઘટના સામે આવી છે.

કામ નહીં મળતા ટેન્શનમાં આવી કર્યો આપઘાત

નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં ભેસ્તાનમાં ગોલ્ડન આવાસમાં રહેતા 30 વર્ષના સલમાન બાદશાહ કુરેશી ઘરમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યુ હતું. પરિવારના સભ્યોની નજર પડતા નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું કે, તે અગાઉ ટેમ્પો ચલાવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં યોગ્ય કામ નહીં મળતા ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા રહેલી છે.

ગળે ફાંસો ખાય કર્યો આપઘાત

આ ઉપરાંત સલાબતપુરમાં અકબર શહીદનો ટેકરા પાસે રહેતો 22 વર્ષનો સમીર કાદરી શેખે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો  ખાઈ જીવન ટુકવ્યું હોવાની ઘટના બની છે. પોલીસે જણાવ્યું હતું કે, સમીર અગાઉ જરી કામ કરતો હતો. પરંતુ લોકડાઉન પછી તેને યોગ્ય કામ નહીં મળતા આ પગલુંભર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્રીજા બનાવની વાત કરીયે તો લિંબાયતમાં શિવકૃપા સોસાયટીમાં રહેતા 32 વર્ષના વિનોદ બાબુલાલ વૈધ્યએ ઘરના પતરાના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. વિનોદને અકસ્માત થયા બાદ બિમાર રહેતા હોવાથી પગલુભર્યું હોવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : લુમ્સના કારખાનામાં કરંટ લાગતા યુવકનું મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ Video

જ્યારે ચોથી ઘટના કે જેમાં સરથાણામાં શ્યામધામ મંદિર પાસે ખોડીયારનગરમાં રહેતા 71 વર્ષના બાબુભાઇ વસરામભાઇ દોડા રવિવારે સવારે ઘરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડૉકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે કહ્યુ કે, તેમને હૃદયના 4 કરતા વધુ હુમલા આવ્યા હતા. જોકે, તે બિમારીથી કટાંળીને આ પગલુભર્યું હોવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">