AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના, ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે સગીરાએ કરી હતી મિત્રતા

સગીરા ઘરે એકલી હતી તે દરમ્યાન એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સમે આવી છે. 14 વર્ષની દીકરી સાથે આ બનાવ બન્યો છે. જે ઘટનામાં સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર આકાશ સિંગ નામના યુવકે રિકવેસ્ટ મોકલી અને મિત્રતા કેળવી હતી. જે બાડ ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું.

Surat: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના, ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે સગીરાએ કરી હતી મિત્રતા
Baldev Suthar
| Edited By: | Updated on: May 13, 2023 | 6:09 PM
Share

સુરતના ડીંડોલીમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા થકી આરોપીએ સગીરા અને તેના ભાઈ સાથે મિત્રતા કેળવી ઘરે અવર જવર શરૂ કરી હતી, આ દરમ્યાન સગીરા ઘરે એકલી હતી તેની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ઈન્સ્ટાગ્રામની મિત્રતાનો ભરોસો પડ્યો ભારે

મળતી માહિતી મુજબ સુરતના એક પરિવારમાં 14 વર્ષની દીકરી સાથે આ બનાવ બન્યો છે. આ ઘટનામાં સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ પર આકાશ સિંગ નામના યુવકે રિકવેસ્ટ મોકલી હતી, જે સગીરા એ સ્વીકારી લીધી હતી અને બંને વચ્ચે વાતચીત થતા પરિચય થયો હતો. આકાશ સિંગ પણ ડીંડોલી વિસ્તારમાં રહેતો હોય તેણે સગીરાના ભાઈ સાથે પણ મિત્રતા કરી લીધી હતી અને તેના ઘરે અવર જવર કરતો હતો. જેમાં ગત 26 જાન્યુઆરી 2023ના રોજ સગીરાની માતા વતન ગઈ હતી અને પિતા કામ પર ગયા હતા ત્યારે સગીરા ઘરે એકલી હતી જેની તકનો લાભ લઈ આરોપી આકાશ સિંગ તેના ઘરે બપોરના સમયે આવી પહોંચ્યો હતો.

સગીરાને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું

સગીરાના ઘરે આવી આકાશ સિંગે બળજબરી કરી હતી “શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા” એવી ધમકી આપી સગીરા ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી બપોરના સમયે સગીરા ઘરે એકલી હોય ત્યારે આરોપી ઘરે આવતો અને સગીરા ને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. જો કે આરોપીની હેરાનગતિથી કંટાળી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર બનાવની જાણ પરિવારને કરી હતી અને બાદમાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી.

આ પણ વાંચો : બારડોલીમાં ધામદોડ રોડ પર તસ્કરોનો આતંક, 2 તસ્કરો CCTV કેમેરામાં થયા કેદ

ડીંડોલી પોલીસે તપાસ કરતાં સામે આવ્યું હતું કે આરોપી તેના બહેન બનેવીને ત્યાં રાજકોટ નાસી ગયો ગયો હતો. જેના પર સતત વોચ રાખવામા આવી રહી હતી. જે દરમ્યાન આરોપી સુરત પાછો ફર્યો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં ગોડાદરા બ્રિજ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ બિહારના વતની અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા આકાશ સિંગ ગુરુજીત સિંગને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સહિત સુરત શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">