SURAT : AAPના મહિલા કોર્પોરેટરના પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, મનિષ સિસોદીયાની પત્રકાર પરિષદ સમયે બની ઘટના

SURAT : AAPના મહિલા કોર્પોરેટરના પતિએ મનીષ સીસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે શરીરે કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો. આ વચ્ચે દંપતિ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:43 PM

SURAT : AAPના મહિલા કોર્પોરેટરના પતિએ મનીષ સીસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે શરીરે કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો. કોર્પોરેટર પત્નીના આક્ષેપથી પીડિત આપના એક કાર્યકરે આજે મનીષ સીસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં શરીરે કેરોસીન છાતી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ચિરાગને તાત્કાલિક પકડીને બહાર લઈ ગઈ હતી.

જોકે હજી સુધી આ વાત સાથે પોલીસે કોઈ નિવેદન આપ્યા નથી. પણ કંપાઉન્ડમાં ઉભા રહેલા કાર્યકર્તાઓએ વાતને વેગ આપતા ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસ અગાઉ આપની કોર્પોરેટર રુચા દુધાગરાએ પતિ ચિરાગ સામે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના એક નેતા પાસે ચિરાગે 25 લાખ લીધા છે. જેને લઈ પારિવારિક ઝગડા થતા બન્ને વચ્ચે છૂટાછેડા થયા છે. જોકે ચિરાગે પત્નીના આક્ષેપને વખોડી કહ્યું હતું કે, મારું ઘર તોડવામાં શહેર પ્રમુખનો મોટો રોલ છે. મારી પત્ની રુત્રા સાથે હજી મારા છૂટાછેડા થયા નથી.

આજે મનીષ સિસોદિયાના પ્રેસ કોન્ફરન્સ વચ્ચે જીવન ભારતી કંપાઉન્ડમાં ચિરાગ નામના કોર્પોરેટરના પતિએ સળગવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે તાત્કાલિક આ વ્યક્તિની અટક કરી કંપાઉન્ડમાંથી બહાર લઇ ગઇ હતી.

 

નોંધનીય છેકે થોડા દિવસ અગાઉ આપના મહિલા કોર્પોરેટર રુચા દુધાગરાએ પતિ ચિરાગ સામે આક્ષેપ કર્યો હતો. જેમાં મહિલા કોર્પોરેટર કહ્યું હતું કે, ભાજપના એક નેતા પાસે તેના પતિ ચિરાગે 25 લાખ રૂપિયા લીધા છે. જેને કારણે બંને વચ્ચે પારિવારિક ઝગડા થતા બન્નેએ છૂટાછેડા લઇ લીધા છે. જોકે, કોર્પોરેટરના પતિ ચિરાગે પત્નીના આક્ષેપને વખોડી નાંખ્યા હતા. ચિરાગે તે સમયે કહ્યું હતું કે, મારું ઘર તોડવામાં શહેર પ્રમુખનો મોટો હાથ છે. મારી પત્ની રુચા સાથે હજી મારા છૂટાછેડા થયા નથી.

સાથે ચિરાગે કહ્યું છેકે તે કોઇને છોડશે નહીં, આપ પાર્ટીની લીલાને કારણે આ બધું થયું છે.સાથે ચિરાગે કહ્યું છેકે તે કોઇને છોડશે નહીં, આપ પાર્ટીની લીલાને કારણે આ બધું થયું છે. રૂચાએ કોઇના દબાણમાં આવીને નિવેદનો આપ્યા છે. તો રૂચા કહે છે કે એને 3 કરોડની ઓફર મળી છે, તો એને આટલી મોટી ઓફર કોણ કરે ? હું કોઈ નેતાને મળ્યો નથી, એ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો મેં 25 લાખ લીધા એ સાબિત કરે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">