Surat: કબુતરબાજીના કેસમાં ATSએ એકની ધરપકડ કરી, ફોનમાંથી મળી ચોંકાવનારી વિગતો

વરાછા વિસ્તારમાંથી ગુજરાત ATS અને સુરત SOG દ્વારા બોગસ પાસપોર્ટથી પાકિસ્તાન થઈને UK, કેનેડા મોકલનાર એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

Surat: કબુતરબાજીના કેસમાં ATSએ એકની ધરપકડ કરી,  ફોનમાંથી મળી ચોંકાવનારી વિગતો
આરોપી ગેરકાયદેસર રીતે એક વાર નહિ પણ 25 વખત બાંગલાદેશ જઈને ભારત આવ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 12:11 AM

Surat: બોગસ પાસપોર્ટ દ્વારા લોકોને વિદેશ મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં ગુજરાત ATSને મહત્વની સફળતા મળી હતી.  ગુજરાત ATS ને માહિતી મળી કે સુરતમાં એક વ્યક્તિ ડુપ્લિકેટ વિઝા-પાસપોર્ટ (Duplicate Visa Passport ) બનાવી લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે.

આ માહિતીના આધારે ATS ના PI સી.આર.જાદવ અને PSI વી વી ભોલા દ્વારા સુરત SOGનો કોન્ટેક કરી સુરત SOGના PI આર એસ સુવેરા વરાછા વિસ્તારમાં જાદવત ફળિયામાં રેડ કરી ત્યાં રહેતા મો.ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમને ઝડપી પાડ્યો હતો. અને તપાસ કરતા ત્યાંથી આરોપીના ઘરેથી નેપાળ, આર્મેનિયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરુ તથા નાઇજીરિયાના નકલી પાસપોર્ટ કબજે કર્યા હતા.

ઇરફાને થાણે, મુંબઈ, દિલ્હી સહિતની વિવિધ પાસપોર્ટ ઓફિસેથી બોગસ પાસપોર્ટ મેળવ્યા હતા. બાદમાં આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પોતે ગેરકાયદેસર રીતે એક વાર નહિ પણ 25 વખત બાંગલાદેશ જઈને ભારત આવ્યો છે..

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ATS અને SOG દ્વારા આરોપીની સધન પૂછપરછ કરતા તેના મોબાઈલમાંથી અનેક રહસ્યો બહાર આવ્યા. કારણ કે તમામ કામ વોટ્સઅપ મારફતે કરવામાં આવતા હતા. લોકોના સંપર્ક પણ વોટ્સઅપ દ્વારા જ કરવામાં આવતા હતા.લોકોને જણાવતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે. પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા છે.

અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. આમ આ આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ બાબતે ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે.

તેના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા બોગસ અને વોટ્સપ ચેટની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા મોટા તથ્યો બહાર આવી શકે તેમ છે. ગુજરાત ATS દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગજબ! ભારતનું એક એવું રેલ્વે સ્ટેશન કે જેનું કોઈ જ નામ નથી! જાણો ક્યાં નામથી કાપવામાં આવે છે ટિકિટ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">