કેસર શા માટે મોંઘુ હોય છે? તેની ખેતી પદ્ધતિ જાણશો તો સમજાશે કે લાખો રૂપિયે કિલો કેમ વેચાય છે !

લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે.

કેસર શા માટે મોંઘુ હોય છે? તેની ખેતી પદ્ધતિ જાણશો તો સમજાશે કે લાખો રૂપિયે કિલો કેમ વેચાય છે !
કેસરની ખેતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 4:32 PM

કેસરનું (Saffron) નામ સાંભળતા જ તેના ભાવનો વિચાર પહેલા આવે છે. કેસર કિલો દીઠ લાખો રૂપિયામાં વેચાય છે. કેસર સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું ધાર્મિક રીતે પણ મહત્વ છે. બજારમાં કેસર ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેસર એટલું મોંઘું કેમ છે? કેસરના વાવેતરથી લઈ અને બજારમાં વેચાણ સુધીની તેની પ્રક્રિયા મુશ્કેલ અને સમય માગી લે તે પ્રકારની છે. આ સ્થિતિમાં જાણો કેવી રીતે તેની ખેતી (Farming) થાય છે, જેના કારણે તે ખૂબ મોંઘુ છે.

કેસરના ભાવ ખૂબ વધારે હોય છે, લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે. તેથી એક કિલો કેસરનું ઉત્પાદન મેળવવા માટે તેનું વાવેતર પણ વધારે વિસ્તારમાં કરવું પડશે.

કેસરનું (Saffron) વાવેતર કર્યા બાદ તેમાં 15 વર્ષ સુધી ફૂલ આવે છે અને ત્યારબાદ તેના છોડને કાઢી ફરીથી વાવેતર કરવામાં આવે છે. કેસરના (Saffron) છોડ ઝાડની જેમ ઉગતા નથી. તેમાં ફક્ત એક ફૂલ પાંદડાની જેમ નીકળે છે અને ફુલ સીધું બહાર આવે છે. તે લસણ અને ડુંગળીના છોડ જેવા લાગે છે. કેસરના (Saffron) એક ફૂલ ઉગે છે. જેમાં પાંદડાની મધ્યમાં 6 બીજા પાંદડા નીકળે છે, જે ફૂલોના પુંકેસર જેવા હોય છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

કેસરનો (Saffron) પ્લાન્ટ બેથી ત્રણ ઇંચ ઉપર આવે છે અને તેમાં કેસરના બે કે ત્રણ રેસાઓ હોય છે, જે લાલ રંગના હોય છે. જ્યારે ત્રણ રેસા પીળા રંગના હોય છે, જેનો કોઈ ઉપયોગમાં આવતા નથી. આ સ્થિતિમાં દરેક ફૂલોમાંથી માત્ર કેસરના રેસા જ કાઢવાના હોય છે. અંદાજે 160 કેસરના રેસા બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી માત્ર એક ગ્રામ કેસર બનાવી શકાય છે. આમ, ઘણી મહેનત બાદ એક ગ્રામ કેસર મળે છે.

કેસરનું (Saffron) વાવેતર ઓગસ્ટમાં થાય છે અને ફૂલોની પ્રક્રિયા માત્ર ઓક્ટોબર-નવેમ્બરમાં જ થાય છે. આ ફૂલોની પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગે છે. કેસર માટેની સિંચાઈ કુદરતી છે અને તેમાંથી ફૂલો કાઢવામાં ઘણી મહેનત છે. જેથી મજૂરી ખર્ચ ખૂબ વધારે લાગે છે.

ભારતમાં માત્ર કાશ્મીરમાં કેસરની (Saffron) ખેતી થાય છે, કારણ કે ત્યાં ખાસ લાલ રંગની માટી છે, જેમાં કેસરની ખેતી કરવામાં આવે છે. કેસર મોંઘું હોવા છતાં અનેક લોકો તેનો ઉપયોગ કરે છે. કેસરની ખેતીમાં ખૂબ ખર્ચ થાય છે અને ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે તેથી પણ ભાવ વધારે હોય છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">