Surat : ગ્રીષ્માના કોલેજમાં છેલ્લી હાજરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
ગ્રીષ્માનાં અંતિમ દિવસનો કોલેજનો આ વીડિયો સામે આવ્યો છે. ગ્રીષ્મા સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી ઝેડ જે શાહ કોલેજમાં ભણતી હતી તે થર્ડ યરની વિદ્યાર્થીની હતી.કલાસ રૂમ માં છેલ્લી હાજરી પુરાવતા પણ નજરે પડી હતી.
સુરત(Surat)જિલ્લાના પાસોદ્રામાં રહેતી ગ્રીષ્મા વેકરીયાનું(Grishma Vekariya) મર્ડર થયું તે દિવસે તે કોલેજ ગઇ હતી. આખી બબાલ જે છે કોલેજ થી ધર સુધી પહોંચી હતી હત્યા થઈ તે પહેલાં તેની મિત્રો સાથે ક્લાસમાં બેઠેલી ભણતી અને હસતી નજર આવે છે ગ્રીષ્મા. જયારે ગ્રીષ્માનાં અંતિમ દિવસનો કોલેજનો આ વીડિયો(College Video) સામે આવ્યો છે. ગ્રીષ્મા સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં આવેલી ઝેડ જે શાહ કોલેજમાં ભણતી હતી તે થર્ડ યરની વિદ્યાર્થીની હતી.કલાસ રૂમ માં છેલ્લી હાજરી પુરાવતા પણ નજરે પડી હતી.
ક્લાસના સીસીટીવી ફૂટેજમાં હાથ ઊંચો કરી હાજરી પુરાવતી દેખાય
ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. બીજી બાજુ હત્યા પહેલાંની અંતિમ તસવીરો તેની કોલેજમાંથી સામે આવી છે. જેમાં તે હાથ ઊંચો કરી કોલેજમાં હાજરી પુરાવતી જોવા મળી રહી છે.જે દિવસે ગ્નીષ્માની કરપીણ હત્યા કરવામાં આવી હતી તે દિવસે તેની કોલેજમાં પોતાના ક્લાસના સીસીટીવી ફૂટેજમાં હાથ ઊંચો કરી હાજરી પુરાવતી દેખાય છે. ગ્રીષ્મા અને તેની સાથે ક્લાસમાં હાજર બહેનપણીને કલ્પના પણ ન હોય કે આ તેની કોલેજમાં આખરી હાજરી બની જશે. હજુ સાત દિવસ પહેલાં કોલેજ ઓફલાઇન શરૂ થઈ હતી અને ફેનીલે તેનો કોલેજમાં પણ પીછો શરૂ કરી દીધો હતો.
વર્ષ પહેલા ગ્રીષ્માને તે સમયના પોલીસ કમિશનર તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ગ્રીષ્મા શિસ્તમાં રહીને અભ્યાસ કરનારી યુવતી હતી.ગ્રીષ્માના પરિવાર મુજબ તે પોલીસ અધિકારી બનવા માગતી હતી. 7 વર્ષ પહેલા ગ્રીષ્માને તે સમયના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જ્યારે બીજી તરફ આ આરોપી ફેનીલ ગોયાણી કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. તે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાના કારણે તેને કોલેજમાંથી કાઢી મૂકાયો હતો.
ગ્રીષ્માનાં ચહેરા પર ખુશી હતી
આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ગ્રીષ્માનાં ચહેરા પર ખુશી હતી તેને જરાં પણ અણસાર ન તો કે આજે તેનાં જીવનનો છેલ્લો દિવસ છે. આજે તેની હત્યા થવાની છે. છેલ્લા દિવસ સુધી તે કોલેજમાં બહેનપણીઓ સાથે ભણતી હતી. જે આ CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જ્યારે ફેનિલ ગોયાણી આજ કોલેજમાં ભણે છે કોલેજ બહાર તેની સાથે કોઈ બબાલ પણ થઈ હતી અને બાદમાં પીછો કરી તેના ધર સુધી પહોંચ્યો હતો ઘરે અને જ્યાં આખી ઘટના ને અંજામ આપ્યો હતો જેને લઈ આજે ગુજરાત ભરમાં આ ઘટના નિંદા કરી રહ્યા છે સાથે આવી બીજી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ સતત પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદનું નવું નજરાણું, સાબરમતી રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજ
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા