ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા

ઉત્તર ગુજરાત વીજ કંપનીનાના એડિશનલ ચીફ એન્જિનિયર એલ. એ. ગઢવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપની વીજ પુરવઠો પૂરો પાડે છે. 2021 ની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી માસ સુધીમાં વીજ માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વર્ષે ખેતી લગત વીજ વપરાશમાં 10 કરોડ 60 લાખ (106 MUS)યુનિટ વધ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા
North Gujarat Power Consumption Increase (File Image )
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:33 PM

ઉત્તર ગુજરાતમાં(North Gujarat)  ભૂગર્ભ જળ ઊંડા જવાથી ન માત્ર પાણીની સમસ્યા(Water Problem)  સર્જાઇ છે પરંતુ પાણી સાથે વીજળીનો વપરાશ (Power Consumption   વધ્યો છે . જ્યારે વીજ દરના ભાવમાં વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અધધ કહી શકાય તેટલો 10.60 કરોડ યુનિટ વીજ વપરાશ ખેતીમાં વધ્યો છે.ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ખેતી વીજ જોડાણ બનાસકાંઠા જિલ્લામાં છે. તે ઉપરાંત પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં મોટાપાયે ખેતી થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ ઓછો થવાથી ન માત્ર પાણીની મુશ્કેલી ઊભી થઈ છે. પરંતુ ભૂગર્ભજળ દિનપ્રતિદિન ઊંડા જઈ રહ્યા છે. જેની વિપરીત અસર દેખાઈ રહી છે. પાણીના તળ ઉંડા જવાથી વીજ વપરાશ પણ વધ્યો છે. ખેડૂતો વીજ કાપ મામલે પરેશાન છે. જ્યારે વધતા વીજ દર અને ઓછું પાણી ખેડૂતો માટે મુશ્કેલી બની છે.

એક વર્ષમાં અધધ 10 કરોડ 60 લાખ યુનિટ જેટલો વીજ વપરાશ વધ્યો

આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીનાના એડિશનલ ચીફ એન્જિનિયર એલ એ ગઢવીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપની વીજ પુરવઠો પૂરો પાડે છે. 2021 ની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી માસ સુધીમાં વીજ માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વર્ષે ખેતી લગત વીજ વપરાશમાં 10 કરોડ 60 લાખ (106 MUS) યુનિટ વધ્યા છે. જે પાછળનું મુખ્ય કારણ ભૂગર્ભ જળ ઊંડા જવાનું છે. ભૂગર્ભ જળ ઊંડા જવાથી વીજળીના માંગમાં મોટો વધારો થયો છે. જેથી પાણીની સાથે વીજ સમસ્યા ઉભી થઇ છે. ગત વર્ષની સરખામણીએ ખેતી વિષયક કનેક્શન 4947 જેટલા નવા કનેક્શન વધ્યા છે.

ભૂગર્ભ જળ ઊંચા લાવી વીજ સમસ્યા નિવારવા વરસાદી પાણી સંગ્રહ  વિકલ્પ

ઓછા વરસાદના કારણે પાણી અને વીજળી માટેની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક તરફ ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ વધુ વીજળી વપરાતા ખેડૂતોનો ખેતી ખર્ચ વધી રહ્યો છે. બંને બાજુથી ખેડૂતોની ખેતી મોંઘી બની રહી છે. ખેડૂતો આ સમસ્યાના નિવારણ માટે વરસાદી પાણીનો સંગ્રહ કરતા થાય તો જ વિકટ બનતી આ સમસ્યાને કાયમી નિકાલ કરી શકાય. જેથી ખેડૂતો પાણી અને વીજ માટેની માંગ કરતા વરસાદી પાણી સંગ્રહ માટે કામે લાગે તે સમયની માંગ છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો નદી અને તળાવોની જેમ ભવિષ્યમાં ભૂગર્ભ જળ અને વીજ પણ ખૂટી જશે તો ખેડૂતો માટે ખેતી દિવાસ્વપ્ન સમાન બનશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ

આ પણ વાંચો : આનંદોઃ ઉનાળામાં રાજકોટનું જળસંકટ થશે દૂર, સૌની થકી નર્મદાના પાણી પહોંચ્યાં આજી ડેમમાં

g clip-path="url(#clip0_868_265)">