Kutch: મુન્દ્રા પોર્ટ પરથી 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડાયું

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, તપાસ કરતાં રક્ત ચંદન મળ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:27 AM

કચ્છમાંથી રક્ત ચંદનની દાણચોરીના ઘટવાઓ વારંવાર બનતી રહી છે જેમાં ફરી એક વખત મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદન પકડાયું છે. DRIએ દરોડો પાડીને અંદાજીત અંદાજિત 5.85 કરોડની કિંમતનું 11.7 ટન રક્તચંદન પકડી પાડ્યું છે. રક્તચંદનનો આ જથ્થો નોએડાથી રેલ્વે માર્ગે મુંદ્રા સુધી લાવવામાં આવ્યો હતો.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને અટકાવીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુ જ જતું હોવાની બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. ડીઆરઆઈ ડીઆરાઈ દ્વારા કંન્ટેનર ખોલીને ચેક કરતા અંદર રક્તચંદન હોવાનું બહાર આવ્યું હતું.

ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલ રક્ત ચંદનનું વજન કરતા તે 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 5.85 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો નોઇડથી આવ્યો હતો અને મલેશિયા માટે એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાં જ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો. આ જથ્થો કોણે મોકલ્યો હતો તેની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ધરતી માતાને ઝેરથી મુક્ત કરવાના PM MODIના અભિયાનને સફળ બનાવવા પ્રાકૃતિક ખેતી મહત્વનું અંગ બની રહેશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચોઃ યુપી સહિત અન્ય રાજ્યમાં જીત હાંસલ કરી છે તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવશેઃ સી.આર.પાટીલ

Follow Us:
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
g clip-path="url(#clip0_868_265)">