જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતા અને સરકાર દ્વારા પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં છૂટછાટ આપવામાં આવતા ફરી એકવાર વિધિવત રીતે આજે પાલિતાણાની છ ગાઉની યાત્રા યોજાઈ હતી

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા
જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા
Ajit Gadhavi

| Edited By: kirit bantwa

Mar 17, 2022 | 6:50 AM

જૈનો (Jains) ના પવિત્ર યાત્રાધામ પાલીતાણા (Palitana) ના સાશ્વત તીર્થ શેત્રુંજય (Shetrunjay) ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા (pilgrimage)  ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત યોજાતી હોય છે, પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે પેઢી દ્વારા યાત્રા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, માત્ર સાધુ સાધ્વીજી ભગવંતો માટે જ આ છ ગાઉની યાત્રા યોજાઇ હતી જેમાં નજીવી સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતોએ પરંપરા મુજબ છ ગાઉની યાત્રા કરી હતી. જોકે આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં આ વર્ષે યાત્રિકો માટે પણ યાત્રા યોજાઈ હોય જેને લઇને મોટી સંખ્યામાં જૈનો અને જૈનેતર ધામની યાત્રામાં જોડાયા હતા.

જૈનોના પવિત્ર પાલીતાણા ખાતે આવેલા ગિરિરાજ શેત્રુંજય પર્વતની 6 ગાઉની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. જ્યાં કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય પર આજના દિવસે એટલે કે ફાગણ સુદ તેરસના દિવસે શેત્રુંજય ગીરીરાજ પર કૃષ્ણના બે પુત્રો પદ્યુંમ્ન અને સામ્બુમ્ન કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગાઉની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય દર વર્ષે આજના દિવસે હજારો યાત્રાળુઓ છ ગાઉની યાત્રા કરી કરતા હોય છે.

large number of pilgrims flocked to Palitana a holy pilgrimage site of Jains

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

જોકે ગત વર્ષે કોરોના મહામારી ના કારણે મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમો બંધ રહ્યા જો કે આ જોકે આ વર્ષે કોરોનાનો કહેર હળવો થતા અને સરકાર દ્વારા પણ સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં છૂટછાટ આપવામાં આવતા ફરી એકવાર વિધિવત રીતે આજે પાલિતાણાની છ ગાઉની યાત્રા યોજાઈ હતી જેમાં આજે મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર યાત્રા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે.

large number of pilgrims flocked to Palitana a holy pilgrimage site of Jains

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

શાંબ-પ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવનાં પુત્ર હતાં. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.

પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગ નો અંગુઠો ધોઈ, કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે. જ્યાં 100પાલ ની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્રુટ થી શરુ કરી ને અનેક વાનગીઓઆ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વત થી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે.

large number of pilgrims flocked to Palitana a holy pilgrimage site of Jains

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા

આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકો ને મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તેમજ આકસ્મિક સંજોગો ને પહોચી વળવા માટે ૧૦૮ ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલ કે ગુમ થયેલ વ્યક્તિ માટે સતત એલાઉન્સ માટેની વ્યસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે પુરતો પોલીસ બંદોબસ્ત અને એસટી તંત્ર દ્વારા આદ્પુર સિદ્ધવડ આવવા જવા માટે બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે.

આ પણ વાંચોઃ ધરતી માતાને ઝેરથી મુક્ત કરવાના PM MODIના અભિયાનને સફળ બનાવવા પ્રાકૃતિક ખેતી મહત્વનું અંગ બની રહેશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચોઃ ગુજરાતમાં 18 માર્ચ સુધીમાં સીવીયર હીટવેવની આગાહી, અમદાવાદમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati