Surat : નોકરી અપાવવાના બહાને પાંચ લોકો પાસેથી 15.68 લાખની ઠગાઇ, એક આરોપીની ધરપકડ

સુરતમાં એક દંપતીએ ગ્રાન્ટેડ સ્કૂલ અને સુરત કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી નોકરી વાંચ્છુંક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા 15.68 લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે. જેમાં પોલીસે પતિની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા જુનેદ અહમદ જમીલ અહમદ ખાન હાલમાં ફાયનાન્સ એજન્સીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરે છે

Surat : નોકરી અપાવવાના બહાને પાંચ લોકો પાસેથી 15.68 લાખની ઠગાઇ, એક આરોપીની ધરપકડ
Surat Limabayat Police Fraud Case Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:42 PM

સુરતમાં એક દંપતીએ ગ્રાન્ટેડ સ્કૂલ અને સુરત કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી નોકરી વાંચ્છુંક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂપિયા 15.68 લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે. જેમાં પોલીસે પતિની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા જુનેદ અહમદ જમીલ અહમદ ખાન હાલમાં ફાયનાન્સ એજન્સીમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરે છે. તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2018માં તેઓના કાકા હસ્તક તેઓનો પરિચય લીંબાયત રતનચોક પાસે ચાઇનીઝની લારી ચલાવતા હિતેશ તારાચંદ પરાતે અને તેની પત્ની સાથે થયો હતો.

શરુઆતમાં 18 હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ ફૂલ પગાર થઇ જશે તેવી લાલચ

આ મુલાકાત દરમ્યાન હિતેશે જણાવ્યું હતું કે ડુમસ રોડ પીઠાવાળા કન્યા હાઈસ્કુલમાં ટીચરની જગ્યા ખાલી છે અને આ ગર્વમેન્ટ સ્કુલમાં મારી સારી એવી ઓળખાણ છે જો તમારે નોકરી જોઈતી હોય તો મને 2 લાખ રોકડા આપો હું તમને કોમ્યુટર ટીચર તરીકેની નોકરી અપાવીશ જેમાં શરુઆતમાં 18 હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ ફૂલ પગાર થઇ જશે તેવી લાલચ આપતા જુનેદે પોતાના ડોક્યુમેન્ટ તેની લારી પર જમા કરાવી દીધા હતા.

કોરોના હળવો થાય પછી નોકરી પર લગાવી દેશું તેવો ભરોસો આપ્યો

ત્યારબાદ 2019 જાન્યુઆરી મહિનામાં હિતેશે ફોન કરીને કહ્યું હતું કે તમારી નોકરી માટે મારે આગળ પેમેન્ટ કરવાનું છે તમે 2 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવો તેમ કહેતા જુનેદે ટુકડે ટુકડે કરી 2 લાખ અને ત્રિપલ-સી ની કોમ્યુટર પાસનું સર્ટિફિકેટ મેળવવા માટે અન્ય 12 હજાર પણ લઇ લીધા હતા. ત્યારબાદ વર્ષ 2020માં નોકરી બાબતે પૂછવા જતા સરકારી કામ છે થોડું ધીમી ગતિએ થાય છે તેમ કહી સમય પસાર કર્યો હતો તેમજ કોરોનાની મહામારી આવી જતા કોરોના હળવો થાય પછી નોકરી પર લગાવી દેશું તેવો ભરોસો આપ્યો હતો.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

જુનેદે  સ્કૂલમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આવી કોઇ ભરતીની જાહેરાત થઇ નથી

દરમ્યાન સપ્ટેબર ૨૦૨૦ માં હિતેશે જણાવ્યું હતું કે તમારો કોલ ગાંધીનગરથી આર.પી.એ.ડી.થી કોલ લેટર આવશે એમ કહી તેનો રીસીપ્ટ નંબર આપ્યો હતો. રીસીપ્ટ નંબર લઇ જુનેદે પોસ્ટ ઓફિસ તપાસ કરતા કોઇ લેટર આવ્યો ન હતો. જેથી હિતેશે હું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી લેટર લઇ આવીશ એમ કહી શિક્ષક તરીકેની નિમણુંક પત્ર આપ્યો હતો.

પરંતુ આ પત્ર જૂનો છે હું તમને આખરી નિમણુંક પત્ર આપીશ એમ કહી ધક્કે ચડાવ્યા બાદ વર્ષ 2021 માં લેટર મળશે એમ કહી વાયદા કર્યા હતા. છેવટે જુનેદે પીઠીવાલા સ્કૂલમાં જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવી કોઇ ભરતીની જાહેરાત થઇ નથી જેથી જુનેદ ચોંકી ગયો હતો.

બોગસ નિમણુંક પત્ર અને મેરીટ લીસ્ટ પણ આપ્યું હતું

જુનેદ ખાનને ગ્રાન્ટેડ સ્કૂલમાં નોકરીની લાલચ આપી રૂપિયા 2.12 લાખ પડાવનાર દંપતીએ વિશાલ ભીવસન મહાજનને પીઠાવાલા સ્કૂલમાં પટાવાળાની નોકરીની લાલચ આપી રૂપિયા 5.40 લાખ, ગણેશ મહાદેવ બોકડેને સુરત કોર્પોરેશનમાં સફાઇ કામદારની નોકરીના બહાને રૂપિયા 2.25 લાખ અને છાયા સાળવે પાસેથી રૂપિયા 2 લાખ જયારે અકીલ અહેમદ ઉર્ફે સરફરાઝ પઠાણ પાસેથી રૂપિયા 3.41 લાખ પડાવ્યા હતા.

નોકરીની લાલચ આપી લાખ્ખો રૂપિયા પડાવી લેનાર પરાતે દંપતીએ નોકરી વાંચ્છુંકોને પોતાની જાળમાં ફસાવવા ગાંધીનગર કચેરીના સહી-સિક્કા ઉપરાંત પોસ્ટના આર.પી.એ.ડીનો નંબર સહિતના બોગસ નિમણુંક પત્ર અને મેરીટ લીસ્ટ પણ આપ્યું હતું.

પોલીસે દંપતી પૈકી પતિની ધરપકડ કરી છે

જ્યારે નોકરી ના મળતા દંપતીને આપેલા રૂપિયાની લોકોએ ઉઘરાણી કરી તો શરૂઆતમાં ચેક આપી નોકરી મળે ત્યારે ચેક પરત આપી દેજો એવું કહ્યું હતું. પરંતુ છેવટે પરાતે દંપતીએ ધમકી આપી હતી કે તમારાથી જે થાય તે કરી લેજો, તમને એક પણ પૈસો પરત આપવાના નથી, અમારી પાસે ઉઘરાણીએ આવશો તો વ્યાજના પૈસાની ઉઘરાણી કરો છો તેવી સુસાઇડ નોટ લખીને મરી જઇશું અને તમને જેલ ભેગા કરાવી દઇશું.

જો કે આ સમગ્ર મામલે જુનેદે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી પૈકી પતિની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarat weather: આ શહેરોમાં બપોરે થઈ રહ્યો છે ઉનાળાનો અનુભવ, જાણો કયા શહેરોનું દિવસનું તાપમાન છે ઉંચું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">