Surat : ટેકસટાઇલ માર્કેટની દુકાનમાં લાગેલી ભીષણ આગ કાબુમાં, 17 લાખ રુપિયા આગમાં ખાખ થતા બચાવાયા

Surat News: વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ન્યુ પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેને લઇ ત્રણ ફાયર સ્ટેશનની ટીમ આ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી.

Surat : ટેકસટાઇલ માર્કેટની દુકાનમાં લાગેલી ભીષણ આગ કાબુમાં, 17 લાખ રુપિયા આગમાં ખાખ થતા બચાવાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 29, 2023 | 4:53 PM

સુરતના રીંગરોડ સ્થિત આવેલી ન્યુ પશુપતિ માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. માર્કેટના બેઝમેન્ટમાં આવેલી ત્રણ કાપડની દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી. એક દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય દુકાનોમાં આગ પ્રસરી હતી અને 3 દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ હતી.

ઘટનાની જાણ ફાયર વિભાગની કરાતા ત્રણ ફાયર સ્ટેશનનો 10 થી ગાડીનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને. આગ પર કાબુ મેળવી લીધો હતો. આ દરમિયાન ફાયર ટીમ દ્વારા દુકાનમાં રહેલા અંદાજે વેપારીની 17 લાખથી વધુની કમાણી આગમાં ખાખ થતા બચાવી લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.

આ પણ વાંચો- Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો ઉદયપુર પહોંચ્યો, મોડી સાંજે સાબરમતી જેલ પહોંચશે, જુઓ Video

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલ ન્યુ પશુપતિ માર્કેટમાં આવેલી દુકાનમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ન્યુ પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેને લઇ ત્રણ ફાયર સ્ટેશનની ટીમ આ ઉપર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી. નવસારી બજાર, ઘાંચી શેરી અને માન દરવાજા ફાયર સ્ટેશનની 10 થી વધુ ફાયરની ગાડીઓ સાથેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

ન્યુ પશુપતિ માર્કેટના બેઝમેન્ટમાં 10 થી 15 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી એક દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે આગ લાગી ઉઠી હતી. જોત જોતામાં આગ પ્રસરી હતી અને બાજુમાં રહેલી બે દુકાનને આગની ઝપેટમાં લઇ લીધી હતી. જ્યારે બીજી પાંચથી સાત જેટલી દુકાનમાં આગની અસર શરૂ થઈ હતી. જોકે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી બીજી બધી દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા કાબુ મેળવ્યો હતો.

ઘટનાને પગલે ફાયર ઓફિસર જે.જે. ઈસરાણીએ જણાવ્યું હતું કે વહેલી સવારે બંધ માર્કેટમાં આગ લાગી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી કે કોઈ આગમાં ફસાયું ન હતું, પરંતુ દુકાનમાં રહેલો માલ સામાન બળીને થાક થઈ ગયો હતો. આ બધાની વચ્ચે માર્કેટમાં વેપારીના રૂપિયા અમે રૂપિયા બચાવી શક્યા હતા. સાતેય દુકાનોમાં વેપારીઓની રોકડ રકમ હતી. જે સાતેય દુકાનોમાંથી અંદાજીત 17 લાખ જેટલી રોકડ રકમ આગમાં બળી જાય તે પહેલા જ બહાર કાઢી લીધી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">