સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. વિપક્ષના સભ્યોએ મેયર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરતા વિવાદ વધ્યો. તો અયોગ્ય વર્તનને કારણે વિપક્ષી સભ્યોને હાલ પુરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કામ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ મેયરને ડરપોક અથવા ગુલામ કહેતા સભા તોફાની બની હતી.
તો આ મુદ્દે વિપક્ષના સભ્યોએ માફી નહીં માંગતા મેયરે તમામ વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડ બહાર ‘મેયરની હાય હાય….. ‘જેવા સુત્રોચ્ચાર કર્યા હતા.
જો કે આ પહેલીવાર નથી કે જ્યારે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હંગામો જોવા મળ્યો હતો. આ પહેલા બોલવા નહીં દેવાયાના આક્ષેપ કરનારા વિપક્ષી સભ્યોને ટીંગાટોળી કરી સામાન્ય સભામાંથી બહાર કઢાયા હતા. મેયરને ઉદ્ધત જવાબ આપનારા વિપક્ષી સભ્યને અણઘણ સસ્પેન્ડ કરાયા હતા.એક પણ કામ પર ચર્ચા વગર 42 મિનિટમાં સભા સમેટાઈ.પાલિકાની સામાન્ય સભાના શૂન્ય કાળ દરમ્યાન થયેલી શાબ્દિક ટપાટપીના પગલે શાસકો-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ થયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Breaking News : ‘CBI ના અધિકારીઓએ રૂપિયાથી ભરેલો થેલો ઘરમા મૂકીને અમને ફસાવ્યા’, મૃતક બિશ્નોઈના પુત્રએ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટને લખ્યો પત્ર