Surat : બાબા બાગેશ્વરના કાર્યક્રમ માટે લોક રક્ષક સેનામાં ઉત્સાહ, દિવાળી જેવો માહોલ બનાવવા લોકોને આહ્વાન
લોક રક્ષક સેના દ્વારા લાખોની સંખ્યામાં ધ્વજ લગાડી ભગવાનના રંગે રંગી દેવાનું આયોજન છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી છે. દેશભરની અંદર અલગ અલગ જગ્યા ઉપર તેમના સમર્થકો લાખોની સંખ્યામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે
બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) સુરતમાં (Surat) દિવ્ય દરબાર યોજવાના છે, ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઇ છે. લોક રક્ષક સેના દ્વારા લાખોની સંખ્યામાં ધ્વજ લગાડી ભગવાનના રંગે રંગી દેવાનું આયોજન છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી છે. દેશભરની અંદર અલગ અલગ જગ્યા ઉપર તેમના સમર્થકો લાખોની સંખ્યામાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે સુરતની લોક રક્ષક સેના દ્વારા ઘરે ઘરે લોક રક્ષક સેનાના ધ્વજ લગાવવામાં આવશે અને તેમના દ્વારા લોકોને કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યુ.
સુરતમાં બાબા બાગેશ્વરનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે
સુરત શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે સમગ્ર શહેરની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યા છે અને તેમના આગમન માટેની પણ પૂરજોશથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. લોક રક્ષક સેના દ્વારા ઘરે-ઘરે ધ્વજ લગાડવામાં આવશે અને દરેક ઘરે દીવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવશે.
દિવાળી જેવી સજાવટ કરવા આહવાન
સુરત શહેરના આઠ ઝોનમાં અલગ અલગ ધ્વજનું વિતરણ કરવામાં આવશે. લોકો પાસે જે પણ લાઇટિંગનો સામાન હશે તે લોકો સ્વયંભૂ પોતાના ઘર બહાર લાવીને લગાવશે. દિવાળીની જેમ ઘરોને પણ શણગારવા માટેનું આહવાહન કરવામાં આવ્યું છે.
લોક રક્ષક સેનાના સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે
લોક રક્ષક સેનાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ખડે પગે દિવ્ય દરબાર માટે સેવા આપશે.લોક રક્ષક સેનાના અધ્યક્ષ મહેશ પાટીલે જણાવ્યું કે અમારું સંગઠન સમગ્ર ભારત વર્ષમાં છે વાઘેશ્વર ધામ સાથે હું વ્યક્તિગત રીતે ઘણા સમયથી જોડાયેલો છું. અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યા છે દરેક રામ ભક્ત આમાં ખૂબ હૃદયથી સેવા આપવા માટે તત્પર છે. રામ સેવકોની કતાર લાગી જશે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકારની સેવા આપવા માટે અમે લોકો તૈયાર છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો