AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : અમરનાથ યાત્રા માટે દિવ્યાંગ અને હાર્ટ સર્જરી વાળા લોકોનો ફિટનેસ સર્ટિ ઇસ્યુ કરાવવામાં ઘસારો

સુરતમાં( Surat) ઘણા વિકલાંગ છે. જેમાં કોઈની હાર્ટ સર્જરી થઈ છે તો કોઈ હિમોફિલિયાથી પીડિત છે, ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે, જેમની ઉંમર નિર્ધારિત ઉંમર કરતાં વધુ છે. અનફિટ થયા પછી પણ તેઓ આગ્રહ કરી રહ્યા છે કે ડૉ.સાહેબ, તમે સર્ટિફિકેટ બનાવી આપો

Surat : અમરનાથ યાત્રા માટે દિવ્યાંગ અને હાર્ટ સર્જરી વાળા લોકોનો ફિટનેસ સર્ટિ ઇસ્યુ કરાવવામાં ઘસારો
Amarnath Yatra (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 24, 2022 | 4:44 PM
Share

હાલ સુરતની (Surat)  સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા(Amarnath Yatra)  માટે જવા લોકો ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate)  લેવા દેખાઈ રહ્યા છે. બે વર્ષથી આ યાત્રા થઈ ન શકતા આ વર્ષે સૌથી વધારે 5 હજાર જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં 40% યુવાનો અને 60% આધેડ વયના લોકો પ્રમાણપત્ર લેવા પહોંચી રહ્યા છે. જોકે 10માંથી માત્ર 6-7 લોકો જ ફિટ થઈ રહ્યા છે.આશ્ચર્યની વાત એ છે કે દિવ્યાંગ, હિમોફીલિયા અને હાર્ટ સર્જરીવાળા ભક્તો ડૉક્ટરને કહી રહ્યા છે અમને ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપો , અમરનાથ યાત્રામાં પણ મૃત્યુ પામીએ તો પણ કોઈ પરવા નથી.13 વર્ષથી ડાયાબિટીસથી પીડિત 21 વર્ષના યુવકના ફિટનેસ ટેસ્ટમાં ડાયાબિટીસ હોવાનું જાણવા મળ્યું હતું. મુસાફરી દરમિયાન તેને હાર્ટ એટેક પણ આવી શકે છે. ડોક્ટરોએ તેને અનફિટ કરી દીધો છે, પરંતુ તેમ છતાં તે સર્ટિફિકેટ બનાવવાનો આગ્રહ કરી રહ્યો છે. તેઓ છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં આવે છે.

એક દિવ્યાંગે તો ડોક્ટરના પગ જ પકડી લીધા હતા

અન્ય એક દિવ્યાંગ આધેડ વ્યક્તિએ ડોક્ટરને કહ્યું કે કોઈ રીતે મારું સર્ટિફિકેટ બનાવી આપો. આ મારું છેલ્લું વર્ષ છે. તે પછી મને તક નહીં મળે. ડોકટરોએ તેને ઓર્થો વિભાગમાં રીફર કર્યો હતો. જેમનું વિકલાંગતાનું સ્ટેટસ જાણીને નિર્ણય લેશે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં એટલો ઉત્સાહ છે કે તેઓ લથડતી તબિયત સાથે પણ અમરનાથ જવા તૈયાર છે. ભક્તોનો ઉત્સાહ જોઈને લાગે છે કે આસ્થા સ્વાસ્થ્ય પર વધારે ભારે છે. આ દિવસોમાં અમરનાથ યાત્રા માટે બનાવેલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે લોકો સિવિલ હોસ્પિટલમાં ઉમટી રહ્યા છે.

તેમાંથી ઘણા વિકલાંગ છે. જેમાં કોઈની હાર્ટ સર્જરી થઈ છે તો કોઈ હિમોફિલિયાથી પીડિત છે, ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે, જેમની ઉંમર નિર્ધારિત ઉંમર કરતાં વધુ છે. અનફિટ થયા પછી પણ તેઓ આગ્રહ કરી રહ્યા છે કે ડૉ.સાહેબ, તમે સર્ટિફિકેટ બનાવી આપો,પછી ભલે અમે આ પ્રવાસમાં મરી જઈએ. આ અમારી છેલ્લી તક છે.

હિમોફીલિયાથી પીડિત 35 વર્ષીય મહિલા ફિટનેસ સર્ટિફિકેટ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે તબીબોએ હિમેટોલોજી અને કાર્ડિયોલોજી વિભાગમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે મહિલાને પણ હૃદયની બીમારી છે. રિપોર્ટ બાદ ડોક્ટરોએ તેને રિજેક્ટ કરી દીધો હતો. તે પછી પણ તે 6 દિવસથી હોસ્પિટલના ચક્કર લગાવી રહી છે. તેણે તબીબોને કહ્યું કે તમે સર્ટિફિકેટ બનાવી આપો પ્રવાસમાં અમે મરી જઈશું તો પણ પરવા નથી.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાયા

આ પણ વાંચો : Banaskantha : કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
g clip-path="url(#clip0_868_265)">