Surat: બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27મી મેના રોજ આવશે સુરત, બે દિવસ દિવ્ય દરબાર સહિત રોડ શોનું આયોજન
Surat: બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 26 અને 27મી મે ના રોજ સુરત આવશે. સુરતમાં બે દિવસ તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન તેઓ સુરતમાં રોડ શો પણ કરશે. આ કાર્યક્રમાં 2 લાખથી વધુ લોકો આવે તેવો અંદાજ છે.
બાબા બાગેશ્વરથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુરત આવવાના છે. આગામી 26 અને 27મી મે ના રોજ સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો ભાગ લે તેવો અંદાજ છે. આ લોકદરબાર ઉપરાંત રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પધારી રહ્યા છે.
સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આગામી 26 અને 27 મેના રોજ સાંજે 5થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જેને લઈને નીલગીરી ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ થઇ રહી છે. સુરતમાં દિવ્ય દરબારની સાથે રોડ શો નું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત દિવ્ય દરબાર સ્થળે ૫ સ્ટેજ, 30 થી વધુ એલઈડી તેમજ કાર્યક્રમમાં આવનારા લોકો માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
બાબાના આગમન પહેલા યોજાશે ભવ્ય રોડ શો
શાસક પક્ષના નેતા અમિતસિહ રાજપૂતે જણાવ્યું હતું કે બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 26 અને 27મેના રોજ સુરત પધારશે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. અંદાજીત 2 લાખથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાશે. બાબાના આગમન માટે રોડ શોનું પણ આયોજન કરાયું છે. પાંચ-પાંચ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. વીવીઆઈપી તેમજ વીઆઈપી સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં બે લાખથી વધુ લોકો જોડાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યક્રમ સ્થળે 30 થી વધુ એલઈડી ટીવી લગાડવામાં આવશે. તમામ જગ્યાએ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આમ બાબાના આગમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કાર્યક્રમને લઈને પોલીસ પરવાનગી પણ લેવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે ચુસ્ત બંદોબસ્ત તેમજ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યોની વ્યવસ્થા બાબતે અગાઉ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કામોનું શ્રમ વિભાજન કરીને સભ્યોને સોપવામાં આવ્યું છે. સભ્યોનું કહેવું છે કે તેઓ હમણાંથી તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. આ આયોજનની સમિતિમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, પાલિકા ચેરમેન દિનેશ રાજપુરોહિત અને વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યુ છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો