બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે ગુજરાત, 26 મેથી 2 જૂન સુધી સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
સુરત (Surat) પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar Baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે.
બાગેશ્વર ધામ (Bageshwar Dham) સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ગુજરાત મુલાકાતે આવશે. 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે. બાગેશ્વર (Bageshwar baba) સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો- TV9 Exclusive: પોતાની સાથે થયેલા વિવાદમાં બોલ્યા બાબા બાગેશ્વર, જુઓ TV9 સાથેની ખાસ વાતચીતનો વીડિયો
આગામી 26 મેથી 2 જૂન સુધી બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર યોજશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની સુરતથી શરૂઆત થશે. સુરતમાં 26મેથી બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર ભરાશે. સુરતના કાર્યક્રમ માટે પોલીસ મંજૂરી લઇ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં વીવીઆઇપીનો પણ અહીં જમાવડો થાય તેવી શક્યતા છે. સુરત બાદ 29 મેના રોજ અમદાવાદ અને 1 જૂનના રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે.
રાજકોટમાં મોરારી બાપુ સાથે મુલાકાતની શક્યતા
તો બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મળી રહી છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુ સાથે મુલાકાત કરી શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન મોરારી બાપુ સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નહીં
મહત્વનું છે કે 1 જૂનથી 2 દિવસ માટે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરાયું છે ત્યારે રાજકોટમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી મોરારી બાપુને મળી શકે છે. જોકે બંને મહાનુભવોની મુલાકાતને લઇને કોઇ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુની પ્રશંસા કરી હતી અને બાપુને આધુનિક યુગના તુલસી સાથે સરખામણી કરી હતી. જોકે આ મુદ્દે જ્યારે બાપુને પુછવામાં આવ્યું તો મોરારી બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીને નહીં ઓળખતા હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને માહોલ ગરમાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો