સુરતમાં નવી સ્કીમ, 1 કિલો પતંગની દોરીની ગુંચ લાવનારને અને 1 કિલો લોચો મફત!
500 ગ્રામ દોરીની ગૂંચ લાવનારને 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ આપવામાં આવશે. આ ઓફર 20 જાન્યુઆરી સુધી ચાલુ રાખી છે.
ઉત્તરાયણ (Makar Sankranti) આમ તો 14 જાન્યુઆરીએ ઉજવાય છે. પણ આ વર્ષે આવેલા ઉત્તરાયણમાં લોકોએ એક દિવસ નહિ પણ ત્રણ દિવસ પતંગ(Kites) ચગાવવાની મજા લીધી છે. શુક્રવારથી લઈને રવિવાર સુધી લોકો પરિવાર અને મિત્રો સાથે અગાસી પર પતંગ ચગાવવાનો આનંદ લેતા નજરે ચડ્યા છે.
જોકે ઉત્તરાયણના દિવસ બાદ કપાયેલા પતંગ અને ધારદાર દોરા ગમે ત્યાં લટકેલા જોવા મળે છે. ઝાડ પરઝ ઇલેક્ટ્રિક વાયર પર, રસ્તામાં રઝળતા પડેલા નકામા પતંગ અને દોરાના કારણે અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે.
ત્યારે સુરતમાં એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા અનોખી સ્કીમ (Scheme) લઈને આવ્યા છે. સુરતીઓને આમ પણ નાસ્તા માં ખમણ અને લોચો અતિપ્રિય છે ત્યારે તેઓએ આ ઉત્તરાયણ નિમિતે એવી ઓફર આપી છે જેમાં 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે.
ફરસાણ વિક્રેતાનું કહેવું છે કે સુરતમાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. તેના કારણે ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે જેથી અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. જેમાં અમને દોરાની ગૂંચ લાવી આપનારને અમે નાસ્તો ફ્રી માં આપીશું.
આ રીતે પક્ષીઓને પણ ઝાડ પર કે વાયર પર લટકતા દોરાથી અને લોકોને અકસ્માતથી દૂર રાખી શકાશે. આ ઓફર અમે 20 જાન્યુઆરી સુધી રાખી છે. અને રવિવારથી જ અમને લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ
આ પણ વાંચોઃ SURAT: યોજાયેલા અનોખા ગૌ વિવાહમાં લોકોને કોરોનાની કોઈ ગાઈડલાઈન નડી નહિ, હજારો લોકોએ લીધો ભાગ