Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોના (Covid 19)ના કેસો મામલે આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ (Corona virus)ના 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો રવિવારના મુકાબલે ઓછો છે. ગઈકાલે કોરોના વાઈરસના 2,71,202 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા 4,86,451 થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ભારતમાં હવે 8,209 થઈ ગયા છે.
भारत में पिछले 24 घंटों में कोरोना वायरस के 2,58,089 नए मामले आए और 1,51,740 रिकवरी हुईं। और 385 लोगों की कोरोना से मौत हुई है। #COVID19
सक्रिय मामले: 16,56,341 कुल रिकवरी: 3,52,37,461 कुल मौतें: 4,86,451 कुल वैक्सीनेशन: 1,57,20,41,825 ओमिक्रोन के कुल मामले: 8,209 pic.twitter.com/4JnpOTbtFb
— ANI_HindiNews (@AHindinews) January 17, 2022
વેક્સિનેશનનો આંકડો 157 કરોડને પાર
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે 8,209 થઈ ગઈ છે. રવિવારની તુલનામાં તેમાં 6.02 ટકાનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીથી અત્યાર સુધી કુલ 3,52,37,461 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ વેક્સિનેશનનો આંકડો 1,57,20,41,825 થઈ ગયો છે. ICMR મુજબ ભારતમાં રવિવારે કોરોના વાઈરસ માટે 13,13,444 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 70,37,62,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 41,327 નવા કેસ, 29 દર્દીઓના મોત
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 41,327 નવા કેસ સામે આવ્યા, જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 2,65,346 થઈ ગઈ છે. રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ રાજ્યમાં સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 1,738 થઈ ગઈ.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ નોંધાયા
ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,264 નવા કેસ, જ્યારે સુરતમાં 2,464 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે. જ્યારે 63, 610 દર્દીમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે.
આ પણ વાંચો: અમેરિકામાં આતંકી ઘટનાને અંજામ આપનારો હતો બ્રિટિશ નાગરિક, પાકિસ્તાનની લેડી-અલ કાયદાને કહી દીધી બેન