Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ

સુરત જિલ્લા આરોગ્ય તંત્રમાં માણસોની અછતના પગલે અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલો જાણે લકવાગ્રસ્ત બની જાય છે અને કોરોનાની મહામારી સામે લડવુ નબળું પુરવાર થઇ રહ્યુ છે.

Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ
RTPCR LAB (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 1:03 PM

સુરત જિલ્લાના ગ્રામીણ (Rural Area) વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી ગઇ છે, ત્યારે સુરત જિલ્લા આરોગ્ય તંત્ર પાસે કોરોનાની મહામારી સામે લડવા માટે કોઈ જ યોગ્ય આયોજન નથી. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની(Corona) સામે લડવા ચાર મહિના પહેલા જ લેબોરેટરી(Laboratory) શરૂ કરવાની જાહેરાત પોકળ પુરવાર થઇ હોય તેવું લાગી રહ્યું છે.

સુરત શહેરની જેમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છતાં પણ રેપિડ ટેસ્ટ કે RTPCR ટેસ્ટ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઇ માટે ચાર મહિના પહેલા માંડવી અને બારડોલી ખાતે RTPCR ટેસ્ટ લેબોરેટરી ઊભી કરવાનું નક્કી કર્યું હતું ,પરંતુ હજુ સુધી લેબ ના ઠેકાણા નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.

શું આ લેબ કોરાના ની ત્રીજી લહેર પૂર્ણ થયા બાદ શરૂ થશે?

સુરત જિલ્લાની 30 લાખથી વધુ વસ્તી છે. કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ તેમ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થવો જોઈએ પરંતુ સુરત જિલ્લામાં ટેસ્ટિંગ માટેની કોઈ લેબ ન હોવાને કારણે માત્રને માત્ર સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. જેને કારણે ટેસ્ટિંગ પણ વસતિના પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ રહ્યા છે બીજી તરફ સુરત જિલ્લા આરોગ્ય તંત્રમાં માણસોની અછતના પગલે અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલો જાણે લકવાગ્રસ્ત બની જાય છે અને કોરોનાની મહામારી સામે લડવુ નબળું પુરવાર થઇ રહ્યુ છે. વારંવાર વહીવટી તંત્રથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં આજદિન સુધી સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં ખાલી પડેલ જગ્યા ભરવામાં આવી નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના માજી નેતાએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઈ કાગળ પર લડવાને બદલે ફિઝિકલી આરોગ્ય વિભાગને મજબૂત કરવા માટે કાયમી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવી જોઈએ અને સુરત જિલ્લાની ગ્રામીણ પ્રજાને કોરોના વાયરસની મહામારી સામે બચાવવાના મજબૂત પ્રયાસો કરવા જોઈએ, તેમજ આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ ગયેલા સુરત જિલ્લા આરોગ્ય તંત્ર વિભાગએ મેડિકલ સાધનો,સ્ટાફ,24 કલાક આરોગ્ય કેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા માટે કાયમી સ્ટાફની દિશામાં પણ નક્કર આયોજન સાથે આગળ વધવાની જરૂર છે.

કોરોનાની ત્રીજી લહેર અગાઉની જેમ જીવલેણ ના બને તે માટે યોગ્ય આગોતરું આયોજન કરવાની સરકાર તથા વહીવટી તંત્રની છે તથા આ બાબતે વિશાળ લોકહિત ધ્યાને રાખી તત્કાલ નક્કર પગલાં ભરવાની જરૂર છે કે જેથી સુરત જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેર માંથી હેમખેમ બચાવી શકાય.

આ પણ વાંચોઃ

Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ

આ પણ વાંચોઃ

પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

g clip-path="url(#clip0_868_265)">