સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.સુરતમાં ઉમરા, વડોદ અને પાંડેસરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા સુરત મહાનગર પાલિકા તંત્ર સફાળુ થયુ છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા હવે રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. આ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરુ કરાવામાં આવી છે. આ માટે રવિવારે પણ આ કામગીરી શરુ રહેશે. પાંચ બાળકોના મોત નોંધાયા બાદ તંત્ર સતર્ક બન્યુ છે. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવા ઉપરાંત ફોગીંગ સહિત તમામ પગલા ભરવાની કાર્યવાહી શરુ કરી છે. ડાયરીયાના જુલાઈ મહિનામાં જ 125 કેસ સામે આવ્યા છે. જ્યારે મેલેરિયાના 45 અને ડેંગ્યૂના 6 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિકલી રજાના દિવસે પણ આરોગ્યની કામગીરી કરશે અને આ માટે તેઓ રજાના દિવસે પણ હાજર રહેશે. આ પણ વાંચો : Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો