Surat : 3 દિવસ દરમ્યાન સુરતની બેન્કોએ 450 કરોડની નવી નોટનું વિતરણ કર્યું

ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક સાથે જોડાણ ધરાવનાર મોટી સહકારી બેન્કોને 10,20 અને 50 ની નવી નોટ મળી હતી. જયારે જોડાણ નહીં ધરાવનાર નાની સહકારી બેન્કોને નવી નોટ નહીં મળતા ત્યાં ગ્રાહકો નારાજ થયા હતા.

Surat : 3 દિવસ દરમ્યાન સુરતની બેન્કોએ 450 કરોડની નવી નોટનું વિતરણ કર્યું
Currency Note - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 6:58 PM

કોરોના મહામારીમાં દોઢ વર્ષ પછી સુરતના ડાયમંડ, જવેલરી અને કાપડ ઉધોગ સહીત અન્ય ઉધોગોમાં લાંબા સમય પછી તેજીનો માહોલ જોવા મળતા બેંકોમાં મની રોટેશનમાં (Money Rotation) પણ ગતિ જોવા મળી હતી. તારીખ 1, 2 અને 3 નવેમ્બરના રોજ સુરત રિજિયનની 457 બ્રાન્ચમાં દિવાળીના કારણે 3,900 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. જે ગયા વર્ષે આ સમયગાળામાં 2100 થી 2200 કરોડ જેટલું નોંધાયું હતું. 

આ જ દર્શાવે છે કે સુરતમાં મેન્યુફકેચરિંગ અને રિટેઇલ સેક્ટરમાં મની રોટેશન જોવા મળી રહ્યું છે અને તેને કારણે ઇકોનોમીમાં પણ સુધારો દેખાયો છે. છેલ્લા 3 દિવસમાં દિવાળી પહેલા રાષ્ટ્રીયકૃત, પ્રાઇવેટ અને સહકારી બેન્કોએ 450 કરોડની નવી નોટોનું વિતરણ કર્યું હતું.

ગયા વર્ષની દિવાળી કોરોનાની બીજી લહેરની અસર હેઠળ આવી હતી અને તેના કારણે 320 કરોડની નવી નોટો ઉપડી હતી. જયારે ચાલુ વર્ષે 450 કરોડની નવી નોટો ઉપડી હતી. ચાલુ વર્ષે રિઝર્વ બેંકે 20, 50, 100 અને 200 રૂપિયાની નવી નોટ મોકલતા 10 રૂપિયાની નવી નોટો માટે બુમ પડી હતી. 10 રૂપિયાની નોટની 1 રિંગ માટે 1000 સામે 200 રૂપિયા ઓન બોલાયા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આરબીઆઇએ 10 રૂપિયાની નવી નોટ નહીં મોકલતા ઇન્દોર અને રાજકોટથી મંગાવવામાં આવી

રિઝર્વ બેંકે રાષ્ટ્રીયકૃત બેન્ક અને સહકારી બેન્કોને 10 રૂપિયાની નવી નોટ નહીં મોકલતા બેન્કોએ ઇન્ટર્નલ સોર્સથી તપાસ કરીને મધ્યપ્રદેશના ઇન્દોર અને ગુજરાતના રાજકોટની બેંકોમાં રિઝર્વ મની તરીકે પડી રહેલી 10 રૂપિયાની નોટો મંગાવી હતી. જોકે બધું મળીને માત્ર 8 થી 10 કરોડની 10 રૂપિયાની નવી નોટનું વિતરણ થયું છે. જયારે 20,50, 100 અને 200ની નોટ મોટી સંખ્યામાં મળી છે.

સ્ટેટ કો.ઓપરેટીવ બેન્ક સાથે જોડાણ નહીં ધરાવનાર નાની સહકારી બેન્કોને નવી નોટ મળી નહિ

ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેન્ક સાથે જોડાણ ધરાવનાર મોટી સહકારી બેન્કોને 10,20 અને 50 ની નવી નોટ મળી હતી. જયારે જોડાણ નહીં ધરાવનાર નાની સહકારી બેન્કોને નવી નોટ નહીં મળતા ત્યાં ગ્રાહકો નારાજ થયા હતા. આવી બેન્કોએ બીજી બેંકો સાથેના સબન્ધોના આધારે 20 અને 50ની નવી નોટની વ્યવસ્થા સારો બિઝનેસ ધરાવનાર ગ્રાહકો માટે કરી હતી. 10 રૂપિયાની નવી નોટની રિંગ માટે 1000 રૂપિયા સામે 1200 રૂપિયાનો ભાવ બોલાયો હતો.

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">